ગોધરા શહેરમાં અંધારપટની આશંકા:ગોધરા નગરપાલિકાનું 8.33 કરોડ રુપિયાનું બિલ બાકી; એમજીવીસીએલે નોટીસ ફટકારી બિલ ભરવા અપીલ કરી

પંચમહાલ (ગોધરા)19 દિવસ પહેલા

ગોધરા નગરપાલિકા વિસ્તારના એમજીવીએલ લાઈટબીલના કુલ 151 કનેક્શનમાં 8.33 કરોડ વીજ બીલ બાકીને લઈને એમજીવીસીએલ વિભાગ દ્વારા બાકી વીજ બિલ ભરપાઈ માટે ગોધરા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી. જો સમયસર બીલ ભરપાઈ નહીં કરવામાં આવે તો કનેક્શન કટ કરવામાં આવશે તેવું એમજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેને લઈને હવે ગોધરા શહેરમાં અંધારપટ થાય તેવું લાગી રહ્યું છે.

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોટર વર્કસ શાખા અને સ્ટ્રીટલાઈટના અત્યાર સુધીમાં 8 કરોડ અને 33 લાખ જેટલા વીજ બિલ બાકી છે. આ મામલે એમજીવીસીએલ દ્વારા ગોધરા નગરપાલિકાને લેખિત નોટિસ ફટકારી છે. જેમાં બાકી વીજ બિલ ભરવામાં નહીં આવ્યો તો નગરપાલિકાના કનેક્શન કાપી નાખવામાં આવશે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં 11 વોર્ડનો સમાવેશ થાય છે. જેમાં 1.40 લાખ કરતાં વધુ લોકો વસવાટ કરે છે. જેમાં 106 જેટલી સ્ટ્રીટ લાઈટ અને 45 જેટલા વોટર વર્કસ શાખામાં એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

દરેક શહેરમાં 45 જેટલા વોટરવર્કસમાં 7.47 કરોડ જેટલું વીજબિલ બાકી છે અને આવા સંજોગોમાં નગરપાલિકાનું કનેક્શન કટ થઈ જાય તો ગોધરાની 1.40 લાખથી વધુ પ્રજાને પાણીનો વિતરણનો ગંભીર પ્રશ્ન સર્જવાની સ્થિતિ નિર્માણ થઈ શકે છે. કેમકે ગોધરા શહેરના 11 વોર્ડમાં નિયમિત પાણીનો વિતરણ માટે નગરપાલિકા દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવી ત્યારબાદ દરેક વોર્ડમાં પાણીનો સપ્લાય કરવામાં આવે છે. જ્યારે ગોધરા શહેરના 11 વોર્ડમાં 106 જેટલા વીજ કનેક્શન ફીટ કરવામાં આવેલા સ્ટ્રીટ લાઇટનું 85 લાખ જેટલું વીજ રકમને આંબી ગયું છે.

એમજીવીસીએલના અધિક્ષક ઇજનેર એન.એ. શાહે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકા વિસ્તારમાં એમજીવીસીએલના લાઈટ બિલના કુલ 151 કનેક્શનના 8 કરોડ અને 33 લાખ બાકી બિલ બોલે છે. જેમાં સ્ટ્રીટલાઈટના 106 કનેક્શનમાં 85 લાખ અને સદર બાકી નાણા માટે નગરપાલિકાને અવાર નવાર પત્ર દ્વારા તેમજ નોટિસ પણ આપવામાં આવેલી છે. જો ગોધરા નગરપાલિકા દ્વારા સમયસર નાણાંની ભરપાઈ કરવામાં નહીં આવે તો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...