ગોધરા નગર પાલીકાની અાર્થીક સ્થિતિ લથડતાં કર્મીઅોને પગાર ચુકવામાં ફાફા પડી રહ્યા છે. ત્યારે બીજી તરફ અેમજીવીસીઅેલ કંપની દ્વારા કરોડો રૂપિયા બાકી બિલ ભરવાની નોટીસ અાપીને બિલ નહિ ભરે તો અાકરા પંગલા ભરવાની ચેતવણી અાપતાં પાલિકામાં હડકંપ મચી જવા પામ્યો છે. ગોધરા પાલીકા બાર સાંધે અને તેર તુટે તેવો ધાટ ધડાયો છે. અેક બાજુ પગાર ચુકવવા બાકીવેરાની વસુલાત કરી રહ્યા છે. તો સ્ટ્રીટ લાઇટ સહીતના વિજ બિલના બાકી નાણાંની નોટીસ અાવી છે. ગોધરા પાલિકા દેવામાં ડુબ્યુ તોય પાલીકા પ્રમુખ ટુકડે ટુકડે બિલ ભરવાનું જણાવી રહ્યા છે.
ગોધરા શહેરમાં રાતે અજવાળું રાખવા પાલીકાઅે ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટ લગાવી છે. અા સ્ટ્રીટ લાઇટનો વાર્ષિક વેરા પાલીકા નગરજનો પાસે વસુલે છે. વિજ કનેકશન પાલીકા અેમજીવીસીઅેમ કંપની પાસેથી લીધું છે. જેમાં 106 સ્ટ્રીટ લાઈટ કનેકશન અને 45 વોટર વર્કસ શાખામાં એમ.જી.વી.સી.એલ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પાલીકા દ્વારા વિજકંપનીને વિજબિલ ન ચુકવતાં શહેરના 45 વોટરવર્કસનું રૂા.7.47 કરોડનું વિજબીલ બાકી બોલે છે. તથા શહેરની સ્ટ્રીટ લાઇટના 106 વિજ કનેકશનના રૂા.85 લાખ બાકી છે.
અામ પાલીકાને અેમજીવીસીઅેલ કંપનીને વિજ કનેકશન પેટે કુલ રૂા.8.33 કરોડ બાકી નીકળતાં વિજ કંપની દ્વારા રૂપિયા ભરવા અનેક વાર પત્રો અને નોટીસ અાપવા છતાં પાલીકા બાકી વિજબિલ ભરતું નથી. જેથી પાલીકા બાકી બિલ સમયસર નહિ ભરે તો અેમજીવીસીઅેલ કંપની દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી અાપી છે.
જો વિજકંપની બાકી નીકળતાં કરોડો રૂપિયા નહિ ભરે તો શહેરીજનોને પાણી અને રસ્તાઅો પર લાઇટનો અંધારપટ જોવા મળી શકે તેમ છે. લાઇટ અને પાણી અાવશ્યક સેવામાં અાવતુ હોવાથી વિજકંપની પોતાના નાણાં પાલીકા વહેલીતેક ભરે તેવી સુચનાઅો અાપી છે. પણ અાર્થીક રીતે કગાંળ થયેલ ગોધરા નગર પાલીકા વિજકંપનીના નાણાં ટુકડે ટુકડે ભરવાની અાજીજી કરી રહ્યું છે.
અેક માસમાં વાંધા અરજીઅો મોકલી
ગોધરા શહેરમાં રાત્રે સ્ટ્રીટ લાઇટ દ્વારા શહેરને રોશની અાપતી નગર પાલીકા નગરજનો પાસેથી વાર્ષિક વેરા રૂા.180 લઇ રહ્યું છે. પાલીકા દ્વારા વર્ષ 2021 માં ઠરાવ કરીને વિવિધ વેરામાં વધારો પાસ કર્યો હતો. અા લાઇટ વેરા સહિતના પાણી વેરા, સફાઇવેરા, મિલ્કત ટ્રાન્સફર ફી, પાણી કેનકશન વિગેરમા વાર્ષિક વેરામાં વધારો કરવાની જાહેરાત કરીને અેક માસમાં નગરજનો વાંધા અરજીઅો મોકલી અાપવાની નોટીસ જાહેર કરી છે. પાલીકા વાર્ષિક લાઇટવેરામાં રૂા.180 માં રૂા.60 વધારીને વાર્ષિક રૂા.240 કરવાની પેરવી કરી રહ્યું છે.
નાણાં અાવશે તેમ તેમ વિજબિલ ભરીશુ
નગર પાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી. જેમ જેમ નાણાં અાવશે તેમ તેમ વિજબિલ ભરીશુ. ચોવીસ કલાક લાઇટો ચાલુ રહે છે તેના માટે પાલીકાને જે જગ્યાઅે સર્વિસ વાયર નાખ્યો નથી ત્યાં વાયર લગાવવા અરજી અાપી છે. તેમજ સ્ટ્રીટની ટાઇમીંગ પેનેલ કેટલીક જ્ગયાઅે બગડી ગઇ છે. તેને ચાલુ કરવા અેજન્સીને કરી દીધું છે. - સંજય સોની, પાલિકા પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.