મન્ડે પોઝિટિવ:ગોધરા પાલિકા વિસ્તારના 8000 અનઅધિકૃત બાંધકામ અધિકૃત થશે

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર માટેના સર્ટીની અડચણ દૂર કરવા નોટિફિકેશન બહાર પાડયું

ગોધરા નગર પાલિકા વિસ્તારમાં પરમીશન લીધે હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા ની અનેક ફરીયાદો પાલીકામાં અાવે છે. તેમજ કોર્મશીયલ બાંધકામમાં પાર્કીગ સહીત ગેરકાયદેસર બાંધકામ પોતાની જગ્યામાં થયેલ છે. ગોધરા શહેરના રહેણાંકના 8 હજાર જેટલા પોતાની જગ્યામાં કરેલા બાંધકામ ગેરકાયદેસર છે. જયારે શહેરમાં 50 જેટલા કોર્મશીયલ બાંધકામ નિયમાનુસાર બાંધકામ થયા નથી. જેના લીધે ફાયર સર્ટી લેવાતું નથી. સરકારે નોટીફીકેશન બહાર પાડીને પોતાની જગ્યામાં થયેલ અનઅધિકૃત બાંધકામને અધીકૃત બાંધકામ કરવા દશકો બાદ નિયમો બહાર પાડયા છે.

ગોધરા શહેરમાં પાલિકા વિસ્તારમાં પોતાની જગ્યામાં નકશા વિરુદ્ધનું બાંધકામ કરેલ હોય તથા પરમીશન લીધા કરતાં વધુ ગેરકાયદેસર બાંધકામ માટે નવા નોટીફીેકશન મુજબ કાયદેસરનું કરવા પાલીકામાં અરજી કરવાની રહેશે. અરજી મળ્યાના 6 માસની મુદતમાં નિકાલ કરવામાં અાવશે.

જેમાં રહેણાંક અનઅધિકૃત 50 થી 100 ચો.મી બાંધકામમાં 6 હજાર, 100 થી 200 ચો.મી ગેરકાયદેસર બાંધકામમાં 12 હજાર, 200 થી 300 ગેરકાયદેસર બાંધકામમાં 18 હજાર અને 300 ચી.મી કરતાં વધુ ગેરકાયદેસર કાયદેસર બાંધકામમાં 18 હજાર અને દર ચો.મી દીઠ વધારાનો 150 રૂ નો ચાર્જ પાલિકા લઇને અનઅધિકૃત બાંધકામને અધિકૃત કરી અાપવામાં આવશે. સરકાર અનઅધીકૃત બાંધકામને કાયદેસર તો કરી અાપવામાં આવશે પણ ચોમાસામાં પાણીના નિકાલની જગ્યાની અાસપાસ જમીન પરના ગેરકાયદેસર બાંધકામ નડશે તો શહેરમાં પાણી ભરાવાના કિસ્સામાં વધારો થશે. અા નિયમો સરકારી જગ્યા, કોમનપ્લોટ તથા રોડમાં લાગુ પડશે નહિ.

50% પાર્કિંગની જંત્રીના 25% ફી ભરવાની રહેશે
શહેરમાં 50 જેટલા કોમર્શીયલ બાંધકામો અનઅધિકૃત રીતે બન્યા છે. જેના લીધે તેઅોને ફાયર સર્ટી મળતુ નથી. જેથી નવા નિમયો મુજબ જે કોર્મશીયલમાં પાર્કીટની વ્યવસ્થા નહિ હોય તેવા બાંધકામને 50 ટકા પાર્કિગની જગ્યાના પૈસા જત્રીના 25 ટકા જેટલા ભરવાના રહેશે. અને 500 મીટરની ત્રિજયામાં કોમર્શીયલ બિલ્ડીંગના પાર્કીગના 50 ટકા જેટલું નવુ પાર્કીગ ઉભુ કરવાની બાહેધરી અાપીને ત્રણ માસમાં કામગીરી કરીને બિલ્ડીંગને નિયામાધીન નિયમીત કરી શકાશે.કોમર્શીયલ બિલ્ડીંગમાં ટોઇલેટની સુવિધા, માર્જીન, ઉચાંઇ ઉપયોગમાં ફેફાર વિગેરે નિયમોને અાધીન નિયમિત કરી શકાશે.

અાવા બાંધકામ પર અા નિયમો લાગુ પડશે નહિ
શહેરના અ નઅધિકૃત બાંધકામ પ્લોટની બહાર નિકળતા,સરકાર જગ્યા, સ્થાનિક સત્તા મંડળની જમીનો પરના બાંધકામ, ફાયર સેફટી કાયદા મુજબ સુસંગત ન હોય, નદી, નાળા કે તળાવના પસાર થતા જળ પ્રવાહો ઉપરના બાંધકામ, ચોક્કસ હેતુ માટે સંપાદન થયેલ જમીન પરના, રેરા કાયદા હેઠળ ઠરાવેલા અન અધિકૃત બાંધકામ તથા સ્ટ્રકચર સ્ટેબિલીટીની જરૂરિયાત જળવાતી ન હોય તેવા અન અધીકૃત બાંધકામમાં અા નોટીફીકેશન લાગુ પડશે નહિ.

અનઅધિકૃત બાંધકામ નિયમ ફી સાથે હવે નિયમબદ્ધ કરાવી શકાશે
ગોધરા શહેરમાં રહેણાંક 8 હજાર કરતાં વધુ અને 50 જેટલા કોર્મશીયલ બાંધકામમાં માર્જીન છોડવાની જગ્યામાં બાંધકામ કરી માર્જીન ભંગ, રહેણંાકની જગ્યામાં કોમર્શીયલ બાંધકામો અેટલે હેતુફેર થયાનું પ્રમાણ અનઅધિકૃત બાંધકામો વધુ છે.અાવા અનઅધિકૃત બાંધકામો નવા નોટીફીકેશનની જોગવાઇ મુજબ નિયમ ફી સાથે હવે નિયમબધ્ધ કરાવી શકાશે. અરજી કર્યાના 6 માસ નિયમો મુજબની કામગીરી કરવાની રહેશે.> જુબેશભાઇ અમીન , જુ.ટાઉન પ્લાનર, ગોધરા પાલિકા

અન્ય સમાચારો પણ છે...