કોરોના સંક્રમણ:પંચમહાલમાં કોરોનાના નવા 8 કેસ, કુલ આંક 11465 થયો

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ધીરે ધીરે ઉછાળો અાવતાં બુધવારે જિલ્લામાંથી વધુ વધુ અેક સાથે 8 કેસ મળી અાવતા જિલ્લામાં કોરોના કુલ 11465 કેસ થવા પામ્યા છે. બુધવારે મળી અાવેલા કોરોના 8 કેસમાં શહેરી વિસ્તારમાં ગોધરામાં 2 તથા હાલોલમાં 2 જ્યારે ગ્રામ્યમાં ગોધરાતાલુકામાં 2, જાંબુધોડા તાલુકામાં 1 તથા શહેરા તાલુકામાં 1 કેસ મળી અાવ્યો છે. કોરોના સંક્રમણમાં ધીમે ધીમે વધારો થતા અારોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં અાવ્યો છે.

બુધવારે કોરોના 11 દર્દીઅો સાજા થતાં રજા અાપવામાં અાવતા જિલ્લામાં હાલ 27 કોરોના ગ્રસ્ત દર્દીઅો સારવાર હેઠળ છે. જિલ્લામાં ધીમે પગલે કોરોના કેસ વધતાં જિલ્લાવાસીઅોઅે સાવચેતી રાખવી જરૂરી બની છે. બુધવારે કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ લેતા જિલ્લામાં કુલ 29,39,633 લોકોનું રસીકરણ થયુ છે.

જ્યારે 18 વર્ષથી નીચેના કુલ 2,03,824 બાળકોએ રસી મુકવીને કોરોના કવચ મેળ્વયું છે. મહીસાગર જિલ્લામાં કોરોના 4 કેસ મળી અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 8185 કેસ થયા છે. 4 કેસોમાં લુણાવાડામાં 3 તથા બાલાસિનોરમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં હાલ 11 દર્દીઅો હોમ અાઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...