જળબંબાકાર:ગોધરામાં 4 કલાકમાં 8 ઇંચ : રેલેવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદમાં ઘરોમાં પાણી ભરાયાં, ઇદગાહની 50 ફૂટની દીવાલ ધરાશાયી: સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયાં

સોમવારે દિવસે મેઘરાજા એ વિરામ લીધા બાદ સાંજે 6 વાગ્યા થી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નોકરી ધંધો પરથી ઘરે જનાર વરસાદ માં ફસાયા હતા.સાંજે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી બે ઈંચ વરસાદે ગોધરા ને અસ્તવ્યસ્ત કરી દીધું હતું. 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી જોરદાર વરસાદ વરસતાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ ગોધરામાં 4 કલાક માં 8 ઈંચ વરસાદ પડતા યોગેશ્વર સોસાયટી, પાવર હાઉસ ની સિંધી ચાલ, વલ્લભ પાર્ક, અમૂલ પાર્લર,પ્રભારોડ, યોગેશ્વર, શાંતિ નિવાસ, સ્વામિનારાયણ કોમ્પલેક્ષ વિસ્તાર જળબંબાકાર બન્યા હતા.

ગોધરામાં અંકલેશ્વર મહાદેવ રોડ, વાવડી બુઝર્ગ ની શિવ શક્તિ સોસાયટી, ખાડી ફળીયા સહિત અનેક વિસ્તારો માં ઘરો માં વરસાદી પાણી ભરતા રહીશો પાણી કાઢવામાં લાગી ગયા હતા. વલ્લભ પાર્ક, સહિત શહેર ના કોમ્પ્લેક્સ ઓ માં પાણી ભરતા ભારે નુકસાન ની આશકા સેવાઇ રહી છે. બામરોલી રોડ પરનું પ્રભા નું નાળુ અને ગોન્દ્રા પાસે નું મેસરી નદી નો કોઝવે પરથી પાણી ફરી વળ્યાં હતા.

ગોન્દ્રા પાસે ના પુલ પર અવાર જવર બંધ કરાવી ને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મેસરી નદી બે કાંઠે વહેતા કિનારા પરના નીચાણવાળા વિસ્તાર ના લોકો ને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. ગોધરા માં 4 કલાક માં 8 ઈંચ વરસાદ નોંધતા વહીવટી તંત્ર કામે લાગી ને વરસાદી પાણી નો નિકાલ કરી રહ્યા છે. ત્યારે રાતે 10 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતાં નગરજનો એ હાશકારો અનુભવ્યો હતો.

મુંબઈ-દિલ્હી વચ્ચેનાં મુખ્ય ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો ને ગોધરા બહાર અટકાવાઇ
ગોધરામાં 4 કલાક માં 8 ઈંચ વરસાદ વરસતા શહેર ના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદ થી ગોધરા રેલવે સ્ટેશન ના ટ્રેક પર વરસાદી પાણી ભરતા ટ્રેક પાણી માં ડૂબ્યા હતા.
ગોધરા રેલ લાઈન મુંબઈ દિલ્હી વચ્ચેનો મુખ્ય ટ્રેક હોવાથી ટ્રેન આવનજાવન પર અસર પડી હતી.ગોધરાના રેલ ટ્રેક પર ઘુંટણ સમા પાણી ભરાયા હતા. રેલ વિભાગ દ્વારા સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ટ્રેનોને ગોધરા રેલવે સ્ટેશનના આઉટર ઉપર થોભાવી દેવામાં આવી હતી.કાસુડી પાસે સાબરમતી ટ્રેન અને ખરસલીયા રેલ ટ્રેક પર રાજકોટ ભોપાલ ટ્રેન ને સાવચેતી માં ભાગ રૂપે થોભાવી દેવામાં આવી છે.રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત ની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોચી છે. અને ટ્રેક પરના વરસાદી પાણી ને કાઢવા મશીનો લગાવીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...