કાર્યવાહી:ગોધરાની સાતપુલ સોસા.માં જુગાર રમતા 8 જુગારી ઝબ્બે

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની રેડમાં કુલ રૂા.73330નો મુદ્દામાલ જપ્ત કરાયો

ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકના પીઆઇને બાતમી મળી હતી કે ગોધરાની સાતપુલ સી સોસાયટીમાં રહેતો ઇરફાન તૈયબ હયાત પોતાના રહેણાંક મકાનના પહેલા માળે કેટલાક વ્યક્તિઓને ભેગા કરીને પાના પત્તાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.

જેથી પોલીસ સ્ટાફે મકાનમાં રેડ કરતા નાસભાગમાં પોલીસે ઇરફાન તૈયબહયાત રહે.સાતપુલ, મોહમદ સફી મોહમદ હનીફ દેડકી રહે.ગોહયા મહોલ્લા, વસીમ યામીન હસન રહે.ગીતેલી પ્લોટ, અહેમદ રમજાની યાકુબ લુણી રહે. સાતપુલ, હજરત બિલાલ મોહમદ હનીફ હસન રહે.ગોહયા મહોલ્લા, સલીમ ઇલ્યાસ વાઢેર રહે.સાતપુલ, ઇમરાન હારૂન ઝીણા રહે.ચેતનદાસ પ્લોટ તથા ઇકબાલ ઇબ્રાહીમ પઠાણ રહે.મુસ્લીમ સી સોસાયટી ઝડપાઇ ગયા હતા. પોલીસે દાવ પરથી રોકડા રૂા. 38470, તમામની અંગ ઝડતીમાં મળી આવેલ રોકડા રૂા. 23860 તથા બે મોબાઇલ જેની કિંમત રૂા. 11000 મળી કુલ રૂા. 73330નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ ઇસમો વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...