પંચમહાલમાં ગુરુવારે ધો. 10નું ગણીત અને ઇતિહાસનું પેપર હતુ. ધો.10ના સ્ટા.ગણીત વિષયના કુલ 943માંથી 17 પરીક્ષાર્થીઅો ગેરહાજર રહ્યા હતા. ધો. 10ના પરીક્ષાર્થીઅોનું ગણીતના પેપેર સહેલું હોવાનું જણાતા ખુશી જોવા મળી હતી. જયારે ધો.10ના ઇતિહાસના 3645 પરીક્ષાર્થીઅોમાંથી 59 પરીક્ષાર્થીઅો ગેરહાજર રહ્યા હતા. જયારે બપોરે જિલ્લાના ધોરણ 12ના અાકડા શાસ્ત્રના પેપરમાં કુલ 1359 પરીક્ષાર્થીઅોમાંથી 23 ગેરહાજર તથા રસાયણ વિજ્ઞાનના પેપરમાં કુલ 2113 પરીક્ષાર્થીઅોમાંથી 29 ગેરહાજર રહ્યા હતા.
ઘોરણ 10 અને ધોરણ 12ના પેપરમાં અેક પણ કોપી કેસ મળી અાવ્યો ન હતો. જયારે ગણિતના પેપરને લઇને પરીક્ષાર્થીઅોમાં ખુશી જોવા મળતા વાલીઅોને રાહત અનુભવી હતી. જયારે ગોધરાની ઇકબાલ સ્કુલમાં પરીક્ષા ચાલતી હોવા છતાં ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખતાં પોલીસે બાતમીના અાધારે તપાસ કરતાં પોલીસે દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ જિલ્લામાં 197 પરીક્ષાર્થીઓ ગેરહાજર
દાહોદ જિલ્લામાં ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડનું પેપર લેવામાં આવ્યુ હતું. આ પેપરમાં નોંધાયેલા 686 વિદ્યાર્થીઓમાંથી 667એ હાજર રહીને પરીક્ષા આપી હતી. જ્યારે 19 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસના પેપરમાં નોંધાયેલા 4844 વિદ્યાર્થીમાંથી 4725 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 119 ગેરહાજર રહ્યા હતાં. આંકડાશાશ્ત્રના પેપરમાં 587માંથી 582એ પરીક્ષા આપી હતી જ્યારે બે ગેરહાજર નોંધાયા હતાં. ધો. 12 વિ. પ્ર.માં કેમીસ્ટ્રી માં 2238 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 2181એ હાજર રહીને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. જ્યારે 57 વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઇ હતી. ગુરુવારે આખા જિલ્લામાં કોઇ કોપી કેસ થયો હોવાનું જાણવા મળ્યુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.