નગરવાસીઓને દિવાળીની ભેટ:ગોધરામાં 72 કરોડના નવીન કામોનું ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત; રોડ-રસ્તા, તળાવ બ્યુટીફિકેશન સહિતના વિકાસ કામો હાથ ધરાશે

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વર્ષોથી ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં તેમજ રામસાગર તળાવ અને ગોધરાના સરદાર નગરખંડનું રીનોવેશન, લક્ષ્મણ સાગર તળાવનું રીનોવેશન, કાટડીથી ભામૈયા સુધી નવીન પાણીની પાઇપ લાઇન, હિન્દુ સ્મશાનમાં નવીન ગાર્ડનનું કામ, ખાડી ફળિયામાં નવીન ફાયર સ્ટેશન, ભુરાવાવ ખાતે નવીન ટાઉન હોલ વગેરે વિકાસલક્ષી કામો માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના સંદર્ભમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 7.18 કરોડના ખાતમુહૂર્ત અને 72.90 કરોડના નવીન કામોની દિવાળીની ભેટ ગોધરા નગરવાસીઓને આપવામાં આવી હતી. જેનું આજરોજ ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરના વિવિધ વિકાસલક્ષી કામો પૈકી વોર્ડ નંબર એકમાં આવેલ ખાડી ફળિયા વિસ્તારથી અમદાવાદ હાઈવે સીમલા સુધી આરસીસીનું કામ 72 લાખના ખર્ચે અને ગોધરા શહેરના મધ્યસ્થ આવેલ રામસાગર તળાવનું બ્યુટીફિકેશનનું કામ માટે 4 કરોડ 85 લાખ તથા સરદાર નગર ખંડના રીનોવેશનના 1 કરોડને 65 લાખના કામનું ખાતમુહુર્ત ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, રાજકીય આગેવાનો સહિત ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ગોધરા શહેરના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે, ગોધરા નગરના વિવિધ વિકાલક્ષી કામો રાજ્ય સરકાર દ્વારા નવીન વહીવટી મંજૂરી મળેલ છે. જેની ગોધરાની પ્રજાને ભેટ આપી છે. જેમાં ગોધરાના ઓવરબ્રિજ નીચે આવેલ લક્ષમણ સાગર તળાવના રિનોવેશન માટે 7.5 કરોડ અને કાટડીથી ભામૈયા સુધી નવીન પાણીની પાઇપલાઇન માટે 47 કરોડ અને ગોધરા નગરના હિન્દુ સ્મશાનમાં નવીન ગાર્ડનનું કામ માટે 50 લાખ અને ખાડી ફળિયામાં નવીન ફાયર સ્ટેશન માટે 6.27 કરોડ તેમજ નવીન ટાઉન હોલ ભુરાવાવ ખાતે 5.63 કરોડ અને ગોધરા નગરના તમામ વોર્ડના રસ્તાઓ માટે 6 કરોડની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. જે ગોધરા નગર માટે આનંદની વાત છે.

અન્ય સમાચારો પણ છે...