ભાસ્કર એક્સકલુઝિવ:સલામત સવારી કરાવતી ગોધરા ST વિભાગની 550 બસ પૈકી 68 જોખમી

ગોધરાએક મહિનો પહેલાલેખક: પ્રતિક સોની
  • કૉપી લિંક
અેસટી બસ રસ્તામાં બ્રેકડાઉન થતા મુસાફરો અટવાયેલા નજરે પડે છે. - Divya Bhaskar
અેસટી બસ રસ્તામાં બ્રેકડાઉન થતા મુસાફરો અટવાયેલા નજરે પડે છે.
  • બસો રસ્તા વચ્ચે બગડી જવાથી વર્ષમાં 500 બ્રેકડાઉનની ઘટનાઓ બની
  • રોડ ઉપર ઓ સટી બસના વર્ષે સરેરાશ 35 અકસ્માત નોંધાય છે

સલામતી સાથેની સવારી એવી એસટી બસની સેવા હવે જોખમી મુસાફરી બની ગઇ છે. ગોધરા એસટી વિભાગમાં પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લાના 7 ડેપો કાર્યરત છે. અા 7 ડેપો દ્વારા 497 રૂટ મંજૂર કરવામાં ઓ વ્યા છે. એસટી વિભાગની 550 બસો 7 ડેપોમાંથી દોડી રહી છે.

એક બસ એવરેજ રોજ 280 કીમી ફરે છે. સલામત સવારી એવી ગોધરા વિભાગની 550 બસોમાંથી 68 બસો જોખમી હોવા છતાં રસ્તાઅો પર દોડી રહી છે. જોખમી એટલે કે જે એસટી બસ 8 લાખ કિલો મીટર ફરી હોય તેવી બસને સ્ક્રેપમાં મોકલવાની હોય છે. પરંતું ગોધરા એસટી વિભાગમાં આવી ઓવર કી.મી.વાળી બસ હાલ રોડ પર દોડી રહી છે.

અોવર કીલોમીટરવાળી બસને રૂટ પર ફેરવાથી અકસ્માત કે બ્રેક ડાઉન થવાની ઘટનાઓ બને છે. ટાયર પંચર કે યાંત્રિક ખામીને લીધે ગોધરા એસટી વિભાગની બસો વાર્ષીક 500 બ્રેકડાઉન થવાની ઘટનાઅો બને છે. જેથી બસમાં મુસાફરી કરતાં મુસાફરોને અધવચ્ચે રસ્તાઓ પર ઉતરીને અન્ય બસની રાહ જોવી પડે છે. ઓવર કીમી વાળી બસને લીધે અકસ્માતની ઘટનાઓ પણ બને છે.

વાર્ષિક 35 જેટલા અકસ્માતના બનાવો અેસટી વિભાગના ચોપડે નોંધાયા છે. ગોધરા વિભાગના 497 રૂટમાંથી સરકારી કાર્યક્રમ કે ડ્રાઇવર ન હોવાથી 10 ટકા રૂટ કેન્સલ કરવાની નોબત આવે છે. એસટી વિભાગ પર સલામતીની સવારીનો ભરોસો કરતા મુસાફરો માટે સહિસલામત પહોચાડવા નવી બસોની સુવિધાઓ ઉભી કરવાનો સમય આવી ગયો છે.

ગોધરા એસટી વિભાગને રૂા.18 કરોડની આવક

ગોધરા એસટી વિભાગ દ્વારા 11 વર્ષથી બસના ભાડામાં વધારો કરાયો નથી. ગોધરા એસટી વિભાગની 550 બસો માટે રોજ 40 હજાર લી. ડિઝલની જરૂર પડતી હોય છે. ડિઝલના ભાવ રૂા.58 હતો ત્યારથી અત્યાર સુધી ભાડામાં છેલ્લા 11 વર્ષથી કોઇ વધારો કર્યો નથી. ડીઝલનો ભાવ રૂા.58થી રૂા.92 સુધી પહોચ્યુ પણ એસટીના ભાડામાં વધારો ન કરાતાં અેસટી કર્મચારી મંડળ દ્વારા ભાડામાં વધારો કરવા રજૂઆત કરી પણ ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.

ગોધરા એસટી વિભાગ માસીક રૂા.18 કરોડની આવક કરે છે. તેની સામે 2400 કર્મીઓના પગાર પાછળ રૂા.3 કરોડ ચુકવે છે. સાથે ડિઝલ પેટે પણ રોજના રૂા.40 લાખની જરુર પડે છે. તેમજ ઓઇલ, ટાયર સહીતનો ખર્ચ તો અલગથી થયા છે. બસોના હાલના ભાડામાં વધારા ન કરાતાં એસટી વિભાગને ખોટ સહન કરવી પડી રહી છે. પેટ્રોલીયમ કંપની દ્વારા બ્લક ગ્રાહકોને ડીઝલ રૂા.11 મોઘું આપતા હોવાથી અેસટી વિભાગની બસોમાં ખાનગી પેટ્રોલપંપ પરથી ડીઝલ ભરાવીને ખોટ ઓછી કરી રહ્યા છે.

નવી બસ આવે એટલે જૂની સ્ક્રેપમાં મોકલીએ છે
8 લાખ કી.મીવાળી ઓવર કી.મીવાળી બસોની બોડી અને અેન્જીન સારૂ હોય તેવી બસો રૂટ પર ફેરવીએ છીએ. જેમ જેમ નવી બસો આવે તેમ તેમ ઓવર કી.મીવાળી બસોને સ્ક્રેપમાં મોકલીએ છીએ. બ્રેકડાઉન બસ થયા તો તે બસના ડ્રાઇવર અને કંટકટરની મુસાફરોને અન્ય બસોમાં બેસાડવાની જવાબદારી હોય છે. - બી.આર.ડીડોંર, ગોધરા એસટી વિભાગીય નિયામક

અન્ય સમાચારો પણ છે...