મન્ડે પોઝિટિવ:ગોધરા-શહેરા-કાલોલના 25 હજાર હેક્ટરના પાક માટે પાનમમાંથી 600 ક્યુ. પાણી છોડાયું

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ વાવેતરના 96%માં વાવણી થઇ, 45500 હે.માં ડાંગરનું વાવેતર : ડાંગરના પાક માટે 15મી અોકટોબર સુધી પાણી છોડાશે

પંચમહાલ જિલ્લાની મોટા ભાગની ખેતી વરસાદ પર નિર્ભર હોય છે. જિલ્લામાં ચોમાસાની સિઝનનો 88 ટકા વરસાદ નોધાયો છે. વરસાદના અાગમન બાદ જિલ્લામાં ખેતીલાયક જમીનમાં વાવેતરની શરૂઅાત થઇ હતી. અત્યાર સુધી જિલ્લાના કુલ સરેરાશ વાવેતરમાંથી 1,67,240 હેકટરમાં વાવેતર કરવામાં અાવ્યું છે.

અામ કુલ વાવેતરના 96 ટકા જેટલું જિલ્લામાં મકાઇ, ડાંગર કપાસ, દિવેલા, તુવેર સહીતના પાકની વાવણી કરવામાં અાવી છે. 15 અોગસ્ટ બાદ વરસાદનું જોર ધટયું છે.ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા અને કાલોલ 25 હજાર હેકટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનો પાક લેવામાં આવ્યો છે, પરંતુ લાંબા સમયથી ડાંગરના પાકને અનુકૂળ વરસાદ વરસ્યો ન હોવાથી પંચમહાલ ના ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ જવાની સાથે નુકશાન પહોંચે તેવી શક્યતાઓને લઈને વિસ્તારના ધારાસભ્યોઅે પાનમ સિંચાઈ કેનાલમાં પાણી છોડાવવા માટે રજૂઆત કરતાં પાનમ યોજના દ્વારા સિંચાઇ કેનાલ મારફતે હાલ 600 કયુસેક પાણી છોડવામાં અાવી રહ્યું છે.

ડાંગરના પાક માટે 15 મી અોકટોબર સુધી પાણી છોડવામાં અાવશે.જિલ્લામાં ડાંગરનું કુલ વાવેતર 45500 હેકટરમાંથી 25 હજાર હેકટરને પાનમના પાણી મળી રહ્યા છે.પરતું બાકીના 20 હજાર હેકટરની ડાંગરના પાકને સ્થાનીક કક્ષાઅે પાણીના સોર્સ પર નિર્ભર રહેવુ પડશે. ત્યારે બીજી બાજુ વિજળીનો અનિયમીત પુરવઠાને લીધે બાકીના ડાંગરના પાક સુધી પાણી પહોચી શકતું નથી. જેથી જિલ્લાની 20 હજાર હેકટરમાંથી સ્થાનિક કક્ષાઅે પાણીની સુવિધા સિવાયના પાક બળી જવાની શકયતા છે.

તાલુકા દીઠ વાવતેરના હેકટરમાં અાંકડા
તાલુકાડાંગરમકાઇતુવેરકપાસદિવેલાશાકભાજીઘાસચારો
ઘોઘંબા82251324645211012119511791633
ગોધરા8557981822711362158923333529
હાલોલ435767803845421588937553879
જાંબુઘોડા1510355365226035386825
કાલોલ5558185012753165126418512702
મોરવા574693551194132825913187
શહેરા11627139832101681607053435
અન્ય સમાચારો પણ છે...