સર્વેની કામગીરી:પંચમહાલમાં 3 માસમાં જ 5812 કુપોષિત બાળકો મળી આવ્યાં, આહાર પાછળ રૂ. 2.20 કરોડનો ખર્ચ તો ય બાળકો કુપોષિત

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં ધારાસભ્ય દ્વારા કુપોષિત બાળકોને બાલ આહારનું કીટનું વિતરણ. - Divya Bhaskar
ગોધરામાં ધારાસભ્ય દ્વારા કુપોષિત બાળકોને બાલ આહારનું કીટનું વિતરણ.
  • 2000 આંગણવાડીમાં સર્વેની કામગીરી કરવામાં આવી

પંચમહાલ જિલ્લામાં કોરોના મહામારી બાદ આંગણવાડીઓ શરૂ કરાતા બે હજાર આંગણવાડીમાં ચાલુ વર્ષ 144292 બાળકો પ્રવેશ લીધો હતો. કોરોનાના લીધે બાળકોના વજનની કામગીરી ટલ્લે ચઢતા જાન્યુઆરીથી આંગણવાડીના બાળકોના વજન કરવાની કામગીરી શરૂ કરાતાં 3 માસમાં આંગણવાડીમાં 5812 બાળકો કુપોષિત અને 1350 અતિકુપોષિત મળી આવ્યા છે.

હાલ તો વજન કરવાની કામગીરી ચાલુ છે. જેને લઇને કદાચ આ આંકડામાં વધી શકે તેમ છે. ત્યારે સરકાર આંગણવાડીના બાળકો માટે પૌષ્ટિક આહાર માટે એક બાળક દીઠ રૂા.5.10 લેખે આંગણવાડીના કુલ 144292 બાળકો પાછળ માસિક રૂા. 2.20 કરોડનો ખર્ચ પૌષ્ટિક આહાર માટે ખર્ચવા છતાં જિલ્લામાંથી કુપોષિત બાળકો મળી આવે છે. ત્યારે માસીક કરોડના ખર્ચ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લામાં દર વર્ષે કુપોષિત બાળકોને સુપોષિત કરવાની કામગીરી આઇસીડીએસ વિભાગ કરે છે.

સમતોલ આહાર ખાવાથી બાળક સુપોષિત થશે
કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે બાળકોને ઘરનું રોજીંદુ ખાવા આપવું જોઇએ. જેમાં 25 ટકા કાર્બોહાઇડ્રેટ, 25 પ્રોટીન, 25 ટકા ચરબી મળીને 100 ટકા સમતોલ આહાર આપવા જોઇએ. સાથે કુપોષિત બાળકો ખોરાકમાં કઠોડ, દૂધ, ગોળ સહિતનો પૌષ્ટિક આહાર ખવડાવવો જોઇએ.સુખડીમાં ફેટ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોવાથી ઉત્તમ ખોરાક છે. કુપોષિત બાળકોને ઘરમાં બનતાં સમતોલ આહાર ખાવાથી બાળક કુપોષિતમાંથી સુપોષિત જલ્દી થશે: - ડો.નીરવ હમીરાની, ચાઇલ્ડ સ્પેસ્થાલિસ્ટ

અતિકુપોષિત બાળકોના આંકડાની વિગત

  • વર્ષ 2020 માં 12511 કુપોષિત તથા 3372 અતિકુપોષિત બાળકો મળ્યા
  • વર્ષ 2021માં 8040 કુપોષિત તથા 1818 અતિકુપોષિત બાળકો
  • વર્ષ 2022 માર્ચ માસ સુધી 5812 કુપોષિત તથા 1350 અતિકુપોષિત બાળકો
અન્ય સમાચારો પણ છે...