અમદાવાદ સાયન્સ સીટીનો પ્રવાસ:સદભાવના મિશન ક્લાસ​​​​​​​માં અભ્યાસ કરતા 51 બાળકો નજારો નીહાળી રોમાંચિત બન્યાં ​​​​​​​

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત દેશના વિકાસ માટે દરેક સમાજને શિક્ષિત કરવો અનિવાર્ય છે. દરેક બાળકોને સારુ શિક્ષણ મળે તે ખુબ જરૂરી છે, પરંતુ આજના સમયે પણ આપણાં દેશનાં ઘણાં સમાજ આર્થિક રીતે નબળા છે. ડો.સુજાત વલી દ્રારા ગોધરાના બહારપૂરા વિસ્તારમાં વર્ષોથી રહેતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતાં બાળકો માટે સાંજના સમયે કોચીંગ ક્લાસ ચલાવવામાં આવે છે. આ બાળકો પ્રવર્તમાન દુનિયા સાથે તાલમેલ સાધી શકે તે માટે શિક્ષણની સાથે શારીરિક અને માનસિક વિકાસ પણ થાય તે જરુરી છે. આ માટે જુદી-જુદી ઇતર પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવે છે.

સાયન્સ સીટીની મુલાકાત લઈ બાળકો ખૂબજ આનંદીત થયા
​​​​​​​
આ બાળકો માટે તા.11/11/2022ને શુક્રવારના રોજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસમા અભ્યાસ કરતા 51 બાળકોને અમદાવાદ સાયન્સ સિટી પ્રવાસ કરાવતા રોમાંચિત બન્યાં હતાં. અહીં આઇમેક્સ થ્રીડી થિયેટર, એમ્ફીથિયેટર, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, થ્રીલ રાઈડ, લાઇફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, એકવાટિકસ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, મ્યુઝિકલ ફાઉન્ટેન, એકસ્ટ્રાઁનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, નોબેલ ડોમ વગેરે આકર્ષણોથી આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રથમવાર જોઈ રોમાંચિત થયા હતા. આ પ્રવાસમાં આવનાર ધણા બાળકોએ પ્રથમ વખત સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી, જેથી તમામ બાળકો ખૂબજ આનંદીત થયા હતા.

લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડો.સુજાત વલીનો આભાર માન્યો
​​​​​​​​​​​​​​
આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, અમે આર્થિક રીતે નબળા છે. અમારાં બાળકોને આવી સુંદર અને બાળકોના અભ્યાસને લગતી જગ્યાએ અમે લઇ જઇ શકતા નથી. આવામાં ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડો.સુજાત વલી તરફથી અમારા બાળકોને વિના મુલ્ય બસ, સાયન્સ સિટીની સંપૂર્ણ ટીકીટ અને બન્ને સમયનું ભોજન વગેરે કરી લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડો.સુજાત વલી તથા વર્ષોથી શિક્ષણને સારી રીતે જવાબદારી લઇ શિક્ષણ આપતાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇમરાન ભાઈનો વિધાર્થીઓએ અને વાલીઓએ સ્થાનિક લોકોએ આભર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...