મંજૂરી:પંચમહાલની 83 પૈકી 50 ખાનગી શાળા ધો.1 થી 12ની ફીમાં 10 %નો વધારો કરશે

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ખાનગી શાળાઓએ દરખાસ્ત કરીને 15 ટકાથી વધારે ફ્રીમાં વધારો કરવાની માગ કરી
  • ખાનગી શાળાઓ દ્વારા ફી વધારવા એફિડેવિટ અને દરખાસ્ત કરાતાં FRC કમિટી મંજૂરી આપશે

પંચમહાલમાં 83 જેટલી ખાનગી શાળઅો અાવેલી છે. કોરોના મહામારીમાં અડધા સત્ર બાદ શાળાઅો ખુલતા ફીના મુદ્દે વાલીઅો અને ખાનગી શાળાના મંડળ વચ્ચે કશ્મકશ જોવા મળી હતી. જેને લઇને શિક્ષણ વિભાગ દ્વારા ફી નિયમન કમીટી દ્વારા નક્કી કરેલ ફી જ ખાનગી શાળાઅો લઇ શકશે. તેવા પ્રસ્તાવ રજુ કરતા ખાનગી શાળાઅો સરકારે નક્કી કરેલી ફીના માળખા કરતા વધુ ફી લઇ શકે નહિ. હવે ધોરણ 1 થી 12 નું નવુ સત્ર ચાલુ થઇ રહ્યું છે. જેને લઇને ખાનગી શાળામાંથી 70 શાળાઅોઅે ફી વધારવા અેફિડેવિટ અને દરખાસ્તો કરી છે.

નવા સત્રમાં નવા ફીના દર વધારવા ખાનગી શાળઅોઅે લેખીત રજુઅાતો કરી છે. જેથી સરકારે નક્કી કરેલા ફીના ધોરણ કરતા અોછી ફી લેતી 50 જેટલી શાળાઅે અેડિડેવિટ કરીને 10 ટકા જેટલો વધારો કરવા જણાવેલ છે. જયારે ચાર ખાનગી શાળાઅો દરખાસ્ત કરીને જે સરકારે નક્કી કરેલી ફી કરતાં વધુ ફી વધારવાની માંગ કરી છે.

અા 4 ખાનગી શાળાઅો 15 ટકા જેટલો વધારો કરવા દરખાસ્ત કરતાં વડોદરા ઝોનના ફી રેગ્યુલેશન કમીટી (FRC) ખાનગી શાળાઅો ફ્રી વધારાની વિવિધ પાસાની ચકાસણી બાદ ફી વધારવાની મંજુરી અાપશે મોટા ભાગે FRC કમીટી ખાનગી શાળઅોની અેફિડેવિટ અને દરખાસ્તો મંજુર કરતા હોવાથી નવા સત્રમા બાળકને ભણાવવામાં રૂા.1 હજારથી રૂા.5 હજાર સુધીનો વધારાનો બોજ વાલીઅોને પડશે.

4 ખાનગી શાળાએ 15% જેટલો વધારો માંગ્યો
સરકારે નક્કી કરેલી ફીના દર મુજબ ધોરણ 1 થી 8 ના વાલીઅો પાસેથી મહત્તમ રૂા.15 હજાર, ઘોરણ 9 થી 10 માટે મહત્તમ રૂા.25 હજાર , ધોરણ 11 અને 12 ( સામાન્ય પ્રવાહ) માટે રૂા.25 હજાર અને ધોરણ 11 અને 12 ( વિજ્ઞાન પ્રવાહ) માટે રૂા.30 હજાર સુધીની ફી લઇ શકશે.

અાના કરતાં વધારે ફી ખાનગી શાળઅો લેતી હોય તો શિક્ષણ વિભાગને ફરીયાદ કરી શકાશે. હવે નવા સત્ર માટે સરકારે નક્કી કરેલા ફી કરતાં અોછી ફી લેતી હોય તેવી શાળાઅો મોધવારીને લઇને ફી વધારવા અેફિડેવિટ કર્યા છે. અાવી 50 ખાનગી શાળાઅોની ફીમાં ગત સત્ર કરતાં 10 ટકા જેટલો વધારો થશે. જયારે 4 ખાનગી શાળાઅો દરખાસ્ત કરીને 15 ટકા જેટલો વધારો માંગ્યો છે.

70 ખાનગી શાળાઓએ અેફિડેવિટ અને દરખાસ્તો કરવામાં આવી
નવા સત્રમાં ફી વધારવાની મંજુરી વડોદરા ઝોનની FRC કમીટી કરશે. અા કમીટીમાં ખાનગી શાળાઅોના ફી વધારવાના કારણો તેમજ શાળાની ભૈતીક સુવિધાઅોને દેખીને કમિટી ફી વધારાની મંજૂરી અાપશે. 15 જૂન સુધી ફી વધારવા ખાનગી શાળાઅો અેફીડેવિટ અને દરખાસ્ત કરી શકશે. ત્યાર બાદ FRC કમીટીની મંજુરી મળ્યા બાદ શાળાઅો નક્કી કરેલી ફી વધારો લઇ શકશે. અત્યાર સુધી 70 ખાનગી શાળાઅો અેફિડેવિટ અને દરખાસ્તો અાવી હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઅે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...