કોરોના સંક્રમણ:પંચમહાલમાં ગુરુવારે વધુ 5 કોરોનાના કેસ મળી આવ્યા

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના @ 11438 : હાલ કોરોનાના 25 સક્રિય કેસ

પંચમહાલમાં ચાર દિવસમાં કોરોના રોજ કેસ મળ્યા છે. ત્યારે ગુરૂવારે જિલ્લામાં કોરોના વધુ 5 કેસ નોધાતાં કુલ 11438 કેસ થયા છે. જિલ્લામાં ગોધરા, જાંબુઘોડા અને હાલોલ તાલુકામાંથી કોરોના કેસો મળી આવ્યા હતા, જેમા ગોધરા શહેર 2 કેસ, હાલોલ નગરમાંથી 1 અને હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કેસ તથા જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કોરોના કેસ મળી આવ્યો હતો. ગુરૂવારે કોરોના અેક દર્દીઅો સાજો થતાં રજા અપાઇ હતી. હાલ કોરોના 25 સક્રીય કેસ સારવાર હેઠળ છે. ગુરૂવારે 9966 લોકોઅે કોરોનાની રસી મુકાવી હતી.

મહીસાગરમાં 2 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ
મહીસાગર જિલ્લામાં પાછલા બે દિવસમાં 2 કેસ અને ગુરૂવારે વધુ 2 વિદ્યાર્થીનીઅોના કોરોનાના કેસ નોંધાયા છે. જે બંન્ને વડોદરા કોલેજમાં અભ્યાસ કરી રહી છે. જેમા અેક પ્રથમપુરાની તથા બીજી ખારોલની છે. હાલ બંન્નેને હોમ આઇસોલેટ કરી છે. અારોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ આવેલ દર્દીના સંપર્કમાં આવેલ તમામ લોકોના સેમ્પલ લેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...