ગોધરાના સર્કિટ હાઉસથી શરૂ કરીને બમરોલી રોડ બાયપાસ ખાતે આવેલા સાંદિપની સ્કૂલ સુધી ફક્ત મહિલાઓ માટે પાંચ કિ.મી. ફન રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 205થી વધુ મહિલાઓએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.
ગોધરા ખાતે ફક્ત મહિલાઓ માટે પાંચ કિલોમીટર ફન રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓ પોતાની જાતને, સ્વાસ્થ્યને અને ફિટનેસને પ્રાયોરીટી આપતી થાય તે બાબતની જાગૃતિ માટે આ દોડંમા લગભગ 205 મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. ગોધરા સર્કિટ હાઉસથી શરૂ કરીને બાયપાસ બામરોલી સાંદિપની સ્કૂલ ખાતે આ દોડનું સમાપન થયું હતું.
#putyourselfFirst સ્લોગન સાથે માર્વેલર્સ મિસ એન્ડ મિસિસ ગોધરાના બેનર હેઠળ આ દોડનું આયોજન થયું હતું. ગોધરાની અગ્રણી લેડીઝ દ્વારા આ દોડનું ફ્લેગ ઓફ કરાયું હતું. અંતમાં સમાપન વિધિ સમયે પંચામૃત ડેરીના અધિકારીઓ, લારા હોસ્પિટલના ડોક્ટર, સુજાત વલી સાંદિપની સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ, ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર જશવંત પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. આ દોડના આયોજકો ડોક્ટર નિકિતા શાહ તથા મિસિસ ચંદા બાલવાણી હતા. પોતાના માટે સ્પેશિયલી થયેલા આ પ્રોગ્રામથી લેડીઝમાં ખૂબ જ ઉત્સાહની લાગણી જોવા મળી હતી. શરૂઆતમાં વોમ અપ અને ઝુંબા ડાન્સ જેવી એક્ટિવિટી, અંતમાં સ્ટ્રેચિંગ યોગા અને પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન દ્વારા આ પ્રોગ્રામનું સમાપન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.