દુર્ઘટના:વેજમા શાળામાં ગેસ બોટલમાં આગ લાગતાં 4 જણા દાઝયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ દાઝેલાને સિવિલમાં ખસેડયા

વેજમા શાળાના મધ્યાહ્ન ભોજન રૂમમાં ગેસના બોટલમાં અાગ લાગતાં શાળાના અાચાર્ય, શીક્ષક તેમજ મધ્યાહ્ન ભોજન સંચાલક અાગથી દાઝયા હતા. વધુ દાઝેલાને ગોધરા સિવિલ માં ખસેડયા હતા અાગની અેક વિદ્યાર્થીના વાળ બળી ગયા હતા.મોરવા(હ) તાલુકાની વેજમા ગામે અાવેલી પ્રા. શાળાના મધ્યાહ્ન ભોજન રૂમમાં સંચાલક ભોજન બનાવતાં હતા.

તે દરમ્યાન સંચાલક કિજલબેન બારીઅાથી ગેસના બોટલ પર રેગ્યુલેટર ફીટ ન થતાં શાળામાં ફરજ બજાવતાં શિક્ષિક માધવસિંહ બાધરસિંહ બારીઅાને બોલાવતા તેઅોઅે રસોડા રૂમમાં ગેસના બોટલનું રેગ્યુલેટર ફીટ કરતા અચાનક મધ્યાહ્ન ભોજન રૂમમાં ધડાકા સાથે ગેસની બોટલ લીકેજ થઇને અાગ લાગતાં અાચાર્ય દિનેશભાઇ, શિક્ષક માધવસિંહ તેમજ કિજલબેન અાગથી દાઝયા હતા. તેમજ ધો. 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીલહરકુમાર મહેન્દ્રભાઇ બારીઅા વાળ અાગની ઝારથી બળી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...