કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા તાલુકામાં- 3 અને શહેરા તાલુકામાં 1 કેસ મળ્યો
  • જિલ્લામાં અત્યારે 26 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

પંચમહાલમાં કોરોના સંક્રમણમાં શનિવારે જિલ્લામાંથી વધુ 4 કેસ મળી આવતા જિલ્લામાં કોરોના કુલ 11446 કેસ થવા પામ્યા છે. શનિવારે મળી આવેલા 4 કોરોના કેસમાં ગોધરા ગ્રામ્યમાં 1, ગોધરા શહેરમાં 2, અને શહેરા ગ્રામ્યમાં 1 મળી કુલ 4 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે.

શનિવારે કોરોના 2 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. જિલ્લામાં હાલ 26 કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે જિલ્લામાં કોરોના કેસ વધતાં જિલ્લાવાસીઓએ સાવચેતી રાખવી જરૂરી બની છે. જયારે જિલ્લામાં શનિવારે 18 થી વધુ ઉંમરના 25111 લોકોએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લેતા જિલ્લામાં કુલ 29,06,725 લોકોનું રસીકરણ થયુ છે. જ્યારે 18 વર્ષથી નીચેના કુલ 2,03,766 બાળકોએ રસી મુકવીને કોરોના કવચ મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...