રોગચાળો:પરવડીની ગૌશાળામાં વધુ 4 ગાયોને લમ્પીનો ચેપ લાગ્યો

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુચિકિત્સની ટીમે ગૌશાળામાં તપાસ કરતાં 4 ગાયોમાં રોગચાળો દેખાયો
  • રોગચાળા બાદ 5 પશુઓને ગૌશાળામાં પ્રવેશ ન આપ્યો
  • ચેપગ્રસ્ત કુલ 15 ગાયોને આઇસોલેશન વોર્ડમાં રખાઇ

રાજયમાં પ્રવેશેલ લમ્પી વાઇરસે ગોધરાની પાંજરાપોળમાં એન્ટ્રી મારતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. ગોધરા પરવડી ખાતે આવેલી પાંજરાપોળમાં 744 ગાયો રાખવામાં આવી છે. ગૌશાળામાં છેલ્લા 23 દિવસમાં 100 જેટલી ગાયો સહીતના પશુઓને કતલેથી બચાવીને લાવીને રાખવામાં આવ્યા હતા. જેમાંથી કોઇ ગાયને લમ્પી વાઇરસનો ચેપ અન્ય ગાયોમાં લાગતાં ગૌશાળાની ગાયોમાં લમ્પી રોગચાળો ફેલાયો હતો.

ગૌશાળાથી 11 ગાયોને લમ્પીનો ચેપ લાગ્યા બાદ પશુચિકિત્સકની ટીમ દ્વારા અન્ય ગાયોની તપાસણી કરતાં વઘુ 4 ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણ દેખાતા તેઓની સારવાર કરીને ગૌશાળામાં બનાવેલ આઇસોલેશન વોર્ડમાં રાખવામા આવી છે. પશુપાલન વિભાગ દ્વારા વધુ 40 ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુ

ધી પાંજરાપોળની 112 ગાયોનું રસીકરણ થયું છે. ગૌશાળામા લમ્પી વાઇરસનો રોગચાળો ફેલાતાં 15 ગાયોને ચેપ લાગતાં પાંજરાપોળ સંચાલકે બહારથી આવતાં પશુઓ પર રોક લગાવી દીધી હતી. રોગચાળા બાદ 5 જેટલા પશુઓને ગૌશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પંચમહાલ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પાંજરાપોળની આસપાસના 5 કિલોમીટર જેટલા વિસ્તારની ગાયોની તપાસણી કરી હતી. જેથી રોગચાળો ફેલાય નહિ. લમ્પી વાઇરસથી પરવડીની ગૌશાળાની 15 ગાયોને ચેપ લાગતાં સંચાલકો દ્વારા યોગ્ય સાચવણી કરતાં ગૌશાળાના પશુઓમાં રોગચાળો વકરતો અટકયો છે.

ગૌશાળાનો ખર્ચ વધતાં આર્થિક બોજો વધુ આવશે
પરવડી ખાતે પાંજરાપોળ કુલ 1750 પશુઓને રાખવામાં આવ્યા છે. જેમાં 744 ગાયો, 159 વાછરડી, 168 બળદ, 213 વાછરડા, 190 ભેંસ, 236 પાડા , 14 બકરા સહીતના અન્ય પશુઅોને રાખીને માવજત કરે છે. ગૌશાળામાં અેક પશુ પાછળ રૂા.225નો ખર્ચ થયા છે. ગૌશાળામાં પશુઅોનો નિભાવ ખર્ચ દાનમાં આવેલા પૈસાથી થયા છે. દાત્તાઓ ગૌશાળામાં પશુચારા સહિતનું દાન તથા પશુઅોને દત્તક લે છે. ગૌશાળાનો તમામ ખર્ચ દાન પર નિર્ભર હોવાથી રોગચાળામાં ગૌશાળાનો ખર્ચ વધતાં આર્થીક બોજો પાંજરાપોળ પણ વધુ આવશે.

લમ્પીના રોગચાળાને અટકાવવા તંત્રની બેઠક
પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી લમ્પી વાઈરસની નિહવત અસર જોવા મળી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં લમ્પી વાઈરસને લઈને યોજાયેલી બેઠકમાં જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી, સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. લમ્પી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જિલ્લામાં 22 ટીમોમાં 13 પશુચિકિત્સક ડોકટર અને 22 પશુધન નિરીક્ષકો તથા વેટર્નરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યાં છે. વાઈરસમા પશુના મૃત્યુનું પ્રમાણ માત્ર 1 થી 2 ટકા છે. સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી 1962 હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...