મારમાર્યો:કારની તોડફોડ કરીને 4 ઇસમોએ સગર્ભા સહિત બેને મારમાર્યો

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે અેટ્રોસીટી સહિતનો ગુનો નોંધાયો
  • ભુરખલથી પતિ સગર્ભા પત્નીને લઇ ગોધરા જતો હતો

શહેરાના ભુરખલ ગામે સગર્ભા પત્નીને લઇને કારમાં પતિ ગોધરા હોસ્પિટલ અાવવા નીકળતા ગામના રસ્તામાં ટોળાંઅે મારક હથિયાર લઇને કારની તોડફોડ કરીને પતિ અને સંગર્ભા પત્નીને મારમારીને ઇજાઅો કરતાં શહેરા પોલીસ મથકે અેટ્રોસિટી સહીતના ગુનાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

શહેરા તાલુકાના ભુરખલ ગામે રહેતા મહેન્દ્રભાઇ મેતરભાઇ રાઠવા તેમની સંગર્ભા પત્ની સુરેખાબેનને સ્વીફટ કારમાં બેસાડીને ગોધરા હોસ્પિટલ ખાતે જવા નીકળ્યા હતા. ગામે રસ્તામાં ડાંગર કાપવાનુ મશીન હોવાથી રોડની સાઇડ પરથી નીકળી ગયા હતા. તળાવ પાસે ગાયોનું ટોળું અાવતા કાર રોકીને ગાયો સાઇડ થતાં કાર લઇને અાગળ જતાં ખેગાભાઇ મખાભાઇ ભરવાડ, લાલાભાઇ કરશનભાઇ ભરવાડ, સીધાભાઇ રામાભાઇ ભરવાડ તથા ગોપાલભાઇ લાખાભાઇ ભરવાડનાઅો હાથમાં લાકડીઅો અને લોખંડની પાઇપો લઇને અાવીને કારની તોડફોડ કરીને કારમાં બેસેલા મહેન્દ્રભાઇ રાઠવાને મારમારીને જાતીય અપમાનિત કરીને ટાંટીયા તોડી નાખવાની ધમકી અાપી હતી. તેઅોની સંગર્ભા પત્ની સુરેખાબેનને પણ મારમારીને ઇજાઅો કરી હતી.

ત્યાર બાદ મોઢાં પર કપડું બાંધલા 10 જેટલા ઇસમો અાવતાં કારનો દરવાજો ખોલીને મહેનદ્રભાઇ ખેતરમાં નાસીને નાયક સમાજના વ્યક્તિના ઘરમાં જતા રહ્યા હતા. ત્યાં મહેન્દ્રભાઇ બેભાન થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત સુરેખાબેન અને મહેન્દ્રભાઇને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. શહેરા પોલીસ મથકે અા અંગેની ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...