કાર્યવાહી:ગોધરામાં E-FIRમાં નોંધાવેલા ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 મોબાઇલ તથા ચોરીની 3 બાઇકો સાથે ચોરોને પકડીને કાર્યવાહી

ગોધરાની સિવિલ હોસ્પિટલ પાસેથી મહિલાનો મોબાઇલ ચોરી થતાં મહિલાઅે ઇ-અેફઅારઅાઇ દ્વારા ગોધરાના અે ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ઇ- ફરિયાદના ગુનાની તપાસ હાથ ધરવા જુદી જુદી ટીમો બનાવી હતી. અને પોલીસને બાતમીના અાધારે ચોરી થયેલ મોબાઇલ સાથે મોહનભાઇ માભાઇ પટેલીયાને પકડીને ઇ- અેફઅારઅાઇના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

જયારે ગોધરાના અે ડીવીજન પોલીસ મથકે બે બાઇક ચોરીની બે ઇ- અેફઅારઅાઇ નોધાઇ હતી. પોલીસ ટીમોઅે બાતમીના અાધારે બે સ્થળેથી ચોરી કરેલી બે બાઇક સાથે સાગરભાઇ સુનીલભાઇ મકવાણાને પકડી પાડીને બે બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જયારે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે નોધાયેલ બાઇક ચોરીની ઇ-અેફઅારઅાઇ નોધાતા ગોધરા અેલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી કે ચોરીની નંબર પ્લેટ વગરની બાઇક લઇને ગોધરા ગોન્દ્રા સર્કલ પાસે સાજીદ સાહી શેખ ઉભો છે. અને પોલીસે ગોન્દ્રા સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે સાજીદ શેખને પકડી પાડયો હતો. તેની પુછપરછ કરતાં તેને અેક માસ અગાઉ રાત્રીના સમયે ગોધરાના વ્હોરવાડ ઢાળમાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઇ- અેફઅારઅાઇના અેક મોબાઇલ તથા ત્રણ બાઇક ચોરીના ગુનાઅોનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...