નોટિસ:કાલોલ પાલિકાની 39.35 લાખની વસૂલાતની નોટિસ

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ બિલમાં પ્રતિ યુનિટે 0.25 પૈસા લેખે રિબેટ જમા કરાવવા નોટિસ

હાલ અેમજીવીસીઅેલ કંપની દ્વારા નગર પાલિકા અો પાસેથી સ્ટ્રીટ લાઇટ તથા પાણીના કનેકશનના બાકી વિજ બિલ ના ભરતાં વિજકંપની સ્ટ્રીટ લાઇટના કનેકશનો કાપીને કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે કાલોલ નગર પાલિકાઅે અેમજીવીસીઅેમને યુનીટ લેખે રીબેટના લાખો રૂપીયા વસુલાતની નોટીસ અાપતા પાલીકા પાસે નાણા માંગણી વિજકંપનીને નાણા દિન-3માં ભરો નહિ તો કાર્યવાહી માટે તૈયાર રહો તેવી નોટીસ અને વિજકંપનીઅે બાંધકામની પરમીશન લીધી હોય તે દસ્તાવેજો કચેરીને બતાવવાની નોટીસ પણ કાલોલ પાલીકા દ્વારા વિજકંપનીને અાપતા ચકચાર મચ્યો છે.

કાલોલ અેમજીવીસીઅેલ દ્વારા કાલોલ પાલિકા પાસે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કસના બાકી વિજ રકમ માટે અવાર નવાર નોટીસ અાપીને સ્ટ્રીટલાઇટ કનેકશન કાપી નાખે છે. ત્યાર બાદ કાલોલ નગર પાલિકા સ્ટ્રીટ લાઇટના અત્યાર સુધીના 17.80 લાખ ભરી દીધા છે. છતાં અેમજીવીસીઅેલના કર્મીઅો દ્વારા વોટર વર્કસ કનેકશન કાપવાની ધમકીઅો અાપતા હોવાનો પાલિકાના ચીફ અોફિસરે કાલોલ અેમજીવીસીઅેલને વિવિધ ત્રણ નોટીસ ફટકારી હતી. કાલોલ પાલિકાઅે નોટીસમાં જણાવેલ કે બાકી બિલ ભરવા છતાં કર્મીઅો વોટર વર્કસના કનેકશન કાપવાની ધમકી અાપે છે. જનતાને પાણી જેવી પ્રાથમીક સુવિધાથી વંચિત કરવાની કાર્યવાહી કરશે . તો પાલીકા હાઇકોર્ટનું શરણું લેશે.

વોટરવર્કસના બાકી વિજબિલ પેટે પાલિકાના સંપુર્ણ ભરપાઇ થયેલ સ્ટ્રીટ લાઇટના કનેકશન કાપવાની હરકત વિજકચેરી દ્વારા કરાશે તો ચલાવી લેવાશે નહિ તેમ નોટીસમાં જણાવ્યું હતું . અમે માસની 15મી અને 30મી તારીખે બાકી વિજબિલના નાણા ભરી દઇશું તેવુ કહેવા છતાં વિજકર્મીઅો પાલિકામાં સરકારી કામગીરીમાં રોકાયેલા હોવા છતાં અાવીને પાલિકાનું કામકાજ ખોરવી નાખે છે. અા હરકમ સરકારી કામમાં રૂકાવત સમી હોવાથી હવેથી કચેરીમાં અાવનાર વિજકર્મીઅો સામે ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે. રોગચાળાની તકલીફ ઉભી થશે. તો અેમજીવીસીઅેલ જવાબદાર રહેશે તેવી નોટીસ વિજકંપનીને ફટકારી છે.

પાલિકાએ વસૂલાતની અને બાંધકામની મંજૂરીના નકશા રજૂ કરવા વીજકંપનીને નોટિસ આપી
કાલોલ પાલિકાઅે કાલોલ અેમજીવીસીઅેમને અન્ય બે નોટીસ અાપી છે. જેમાં કાલોલમાં સ્ટ્રીટ લાઇટ સપ્લાય બંધ- ચાલુ કરવા પાલિકાના કર્મીઅો ફરજો નિભાવતા હોય તો વિજકંપની દ્વારા પાલિકાને લાઇટ બિલમાં પ્રતિ યુનીટ દરમાંથી 0.25 પૈસા લેખે રીબેટ અાપવાની જોગવાઇ થયેલ છે.

જેથી અત્યાર સુધીના સ્ટ્રીટ લાઇટના 1.57 કરોડ યુનિટ લેખે 0.25 પૈસા લેખે 39.35 લાખ કાલોલ પાલિકાને વિજકંપની પાસેથી લેવાના નિકળે છે. જે નાણા દિન-3માં જમા કરાવશો નહિ તો કાયદેસરની કાર્યવાહી કરવાની નોટીસ અાપી હતી.

સાથે અન્ય નોટીસમાં શહેરી ગૃહ નિર્ણાણ વિભાગના નિયમો મુજબના બાંધકામની પરમીશન લીધી હોય તો વિજકંપની દ્વારા બાંધકામની નકલ તથા મંજુરી વાળા નકશો. કાલોલ કચેરીમાં જમા કરાવવા જણાવ્યું છે. જો બાંધકામની પરવાનગી નહિ લીધેલ હોય તો જરૂરી દંડ ભરીને પરવાનગી મેળવાની નોટીસ ફટકારતાં અેમજીવીસીઅેલ વિભાગમાં ફફડાટ પેસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...