કાર્યવાહી:ડાક પાર્સલના બોર્ડવાળા કન્ટેનરમાંથી 3.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેને પકડીને ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો

ગોધરાના કેવડિયા ગામ પાસેથી એલસીબી પોલીસે ડાક પાર્સલના બોર્ડવાળા કન્ટેનરમાંથી રૂા.3.45 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે બે ઇસમોને પકડીને કુલ રૂા.12.11 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

દાહોદથી વડોદરા તરફ ડાક પાર્સલ નામનું બોર્ડ લગાવેલ ટાટા કન્ટેનરમાં ઘરવખરીના સામાન ભરેલો છે. આ સામાનની આડમાં કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાં દારૂનો જથ્થો લઇને પસાર થવાના છે. તેવી બાતમીના આધારે ગોધરા એલસીબી પીઆઇ જે.એન.પરમાર તેમજ સ્ટાફે ગોધરાના કેવડિયા પાસેના રોડ ઉપર નાકાબંધી કરી હતી.

પોલીસે બાતમીવાળું કન્ટેનર આવતાં રોકીને ઘરવખરીના સમાનની પાછળ બનાવેલ ચોરખાનામાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જીતેન્દ્ર જગતસિંહ વાલ્મીકી તથા પ્રવીન સંદીપ ધાનેકને પકડી પાડ્યા હતા. પોલીસે કુલ રૂા 3,45,180નો દારૂનો જથ્થો, કન્ટેનર, બે મોબાઇલ તેમજ ઘરવખરીનો જૂનો સામાન મળીને કુલ રૂા.12,11,280નો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકે પકડાયેલા બે સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...