ભારતના ચૂંટણી પંચે (EVM) ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં NOTAનો ઉપયોગ શરૂ કર્યો હતો. અને વર્ષ 2015માં NOTAનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં NOTA એટલે “ઉપરના માંથી કોઈ પણ નહિ”. તે એક બટનની જેમ હોય છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની કામગીરી અને ઉમેદવારોને લઈ મતદારો કોને વોટ અાપવો કે કોને નહી અાપવો તે પ્રકારની અસમંજસ રહેતી હોય છે. આ સ્થિતિમાં જ્યારે મતદાન કરતી વખતે, તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારો તમારી ઇચ્છા મુજબ નથી, તો NOTA બટન દબાવવાથી તમારો વિરોધ નોંધાય છે.
પંચમહાલની પાંચ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં યોજાયેલ ચુંટણીમાં કુલ 1168568 મતદારો નોંધાયા હતા. જેમાથી 835690 મતદારોઅે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. NOTAનો 23285 મતદારોઅે ઉપયોગ કરી ઉમેદવાર પસંદ ન હોવાનું જણાવ્યુ હતુ. ગોધરા બેઠક પર NOTA મત વિજેતા ઉમેદવારના 258 મતના માર્જીન કરતા 8.5 ટકા વધુ અેટલે 3050 મત પડ્યા હતા. જે પાંચ વિધાનસભામાં નોંધાયલા નોટોમાં સાૈથી અોછા છે. જયારે સાૈથી વધુ હાલોલ વિધાનસભા બેઠક પરથી 6052 મતદારોઅે NOTAમાં વોટ નાંખી વિરોધ નોંધાવ્યો હતો.
પંચમહાલની 5 વિધાનસભા બેઠકમાં નોંધાયેલ NOTAના મત | |||
વિધાનસભા બેઠક | કુલ મતદારો | મતદાન | નોટોના મત |
ગોધરા | 252511 | 181508 | 3050 |
હાલોલ | 249215 | 185996 | 6052 |
કાલોલ | 233692 | 170337 | 4120 |
શહેરા | 233401 | 170318 | 5101 |
મોરવા(હ) | 199749 | 127531 | 4962 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.