ભેદ ખુલ્યો:6 વર્ષમાં ગુજરાતના 10 જિલ્લામાં 32 ઘરફોડ કરી 1.50 કરોડની ચોરી કરનાર ધારની ખૂંખાર ટોળકીના 3 ઝડપાયાં

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ આશીયાના સોસાયટીની ચોરીની તપાસમાં ઝડપાયેલા 3ની પૂછપરછમાં ભેદ ખુલ્યો : અન્ય 11ને વોન્ટેડ જાહેર કરાયાં
  • ​​​​​​​પોલીસ જાપ્તામાંથી ભાગેલા અારોપી સહિત 3 સભ્યો પાસેથી ~4.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

ગુજરાત રાજયના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ સહીતના જિલ્લાઅોમાં ચોરી કરીને અાંતક મચાવનાર મધ્યપ્રદેશના ધારની ખુંખાર ગેંગના 3 સભ્યોને ગોધરા અેલસીબી પોલીસે ગોધરાના ગઢચુંદડી પાસેથી પકડી પાડયા હતા. તેઅોઅે છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજયના 10 જિલ્લાઅોમાં રૂા.1.50 કરોડ જેટલા મુદ્દામાલની 32 ચોરીઅો કરી હતી. પોલીસે 3 સભ્યોને પકડીને હાલોલ સહીત રાજયની 32 ચોરીના ગુનાઅોનો ભેદ ઉકેલ્યા હતા.

પંચમહાલના હાલોલના આસીયાના સોસાયટીના બંધ મકાનમાંથી થયેલ ચોરીની ફરીયાદની તપાસ ગોધરા અેલસીબી પોલીસ કરતી હતી. પોલીસે ચોરીના સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામના મુકેશ કૈકુભાઇ અલાવા, મગરસિંગ ઠાકુર સિંગ અજનાર તથા પ્યારસિંગ ઉર્ફે પ્રેમસિંગ જાલમસિંગ અલાવા નંબર પ્લેટ વગરની બોલેરો પીકઅપ ડાલામાં બેસી દાહોદ તરફથી ગોધરા તરફ આવે છે. તેવી બાતમી અેલસીબી પીઅાઇ જે.અેન.પરમારને મળી હતી.

બાતમીના અાધારે અેલસીબીએ ગોધરાના ગઢ ચુંદડી પાસેના હાઇવે ઉપર નાકાબંધી કરીને ત્રણેને ડાલા સાથે પકડી પાડયા હતા. તેઅોની પાસેથી ચોરી કરેલી સોના તથા ચાંદીના દાગીના, લેપટોપ સહીતના રૂા.4,61,227નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે પકડાયેલા 3 ની પુછપરછ કરતાં તેઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ખુંખાર ગેંગના સભ્યો હોવાનું જણાવ્યુ હતુ. અને તેઓએ હાલોલ સહીત રાજયના અનેક જિલ્લાઓમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે 32 ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ધાર ગેંગના 13 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પંચમહાલ એલસીબી પોલીસે 3 સભ્યોને પકડીને રાજયના જિલ્લાઓમાં ચોરી કરતી ગેંગનો ઘટફોસ્ટ કર્યો હતો.

રાજયની 32 ચોરીના ગુના ડિટેકટ થયા
મધ્યપ્રદેશનના ધાર જિલ્લાની ગેંગ બાયપાસ પાસેના મકાનોમાં ચોરી કરતાં હતા. તેઅોઅે ગાંધીનગર જિલ્લામાં 7, અમદાવાદ જિલ્લામાં 6, ખેડા જિલ્લામાં 5, મોરબી જિલ્લામાં 4, કચ્છ.5.ભૂજ જી.માં 3, રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ જિ.માં 2, ભાવનગર જિ.માં 1, સુરેન્દ્રનગર જિ.માં 1 તથા પંચમહાલમાં 1 સ્થળે ચોરી, લુંટ, ધાડ, તથા વાહનચોરીની કબુલાત કરતાં રૂા.1.50 કરોડના મુદ્દામાલની ચોરી ના 32 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. તેમજ ગેંગે વધુ 20 થી 25 ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધાર ગેંગનો મુખ્ય સુત્રધાર અગાઉ જાપ્તામાંથી ભાગી ગયો હતો
ધાર ગેંગના અન્ય 13 સભ્યો ગેંગના મુખ્ય સુત્રધાર રાજુ રેવસીંગ અલાવા, સરદાર ચમરીભાઇ અલાવ, સંજય ભોવાનભાઇ નિનામા, કમલસીંગ ઠોબુ ઉફૈ ધોબુ ભુરીયા, રમેશ નરસીંગ ચાંૈહાણ , કપિલ ગજેન્દ્રપ્રસાદ જૈન, રમેશ વાલસીંગ ભુરીયા, નિલેશ શંકર અલાવા, સોમલા બદન વાસ્કલ, રાહુલ સજ્જન ભીલ, સંતોષ વાસ્કલ, બીરમ જેતુ ભુરીયા તથા ભીલું વાસ્કલને વોન્ટેડ જાહેર કર્યા છે. ગેંગનો મુખ્ય સુત્રધાર રાજુ અલાવા સહિતના પકડાયેલા સભ્યો અગાઉ પોલીસ જાપ્તામાંથી ભાગી છુટેલા હતા.

ધાર ગેંગની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ખુંખાર ગેંગના સભ્યો અલગ અલગ 5 કે 6 સભ્યોની ટુકડીઅો બનાવીને સરકારી બસોમાં બેસીને ગુજરાતમાં ચોરી કરવા અાવતાં હતા. તેઅો રાજયના શહેર પાસેના બાયપાસ કે રીંગ રોડ પાસેની સોસાયટીઅોના બંધ મકાન તથા રહેણાંક મકાને ટાર્ગેટ કરતાં હતા. ગેંગના સભ્યો અેક સાથે ત્રણ કે ચાર મકાનનોમાં અેક સાથે ચોરી કરતાં હતા. અને જો કઇ પ્રતિકાર કરે તો મારમારીને લુંટીને ભાગી જતાં હતા. જે વિસ્તારોના મકાનમાં ચોરી કરીને તે વિસ્તારના વાહની ચોરી કરીને નજીકના બસ સ્ટેન્ડ પાસે વાહન કે ચોરીનું વાહન લઇને વતને જતાં રહેતાં હતા. ધાર ગેંગે છેલ્લા 6 વર્ષમાં અંદાજીત કુલ રૂા.1.50 કરોડ મુદ્દામાલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...