કાર્યાવાહી:બેઢીયાથી 2.427 કિગ્રા ગાંજાના જથ્થા સાથે વડોદરાના 3 ઝડપાયા

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ ~1.54 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યાવાહી કરાઇ
  • વેજલપુર પોલીસ મથકે NDPS હેઠળ ગુનો નોંધાયો

પંચમહાલ જિલ્લાના કાલોલના બેઢીયા પાસેથી બાઇક અને અેક્ટિવા પર ગોધરાથી વડોદરા તરફ જતાં ત્રણ ઇસમો પાસેથી અેસઅોજી પોલીસે 2.247 કિગ્રા સુકા ગાંજાના જથ્થો સાથે પકડી પાડયા હતા. પોલીસે વેજલપુર પોલીસ મથકે ત્રણ સામે ગુનો નોંધીને અાગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના કાલોલના બેઢીયા ટોલનાકા પાસેથી ગોધરા તરફથી બાઇક અને અેક્ટિવા લઇને 3 જણા નાર્કોટીકસનો જથ્થો લઇને વડોદરા તરફ જવાના છે. તેવી બાતમી અેસઅોજી પીઅાઇ અેમ.કે. ખાંટને મળી હતી. અેસઅોજી પોલીસે બેઢીયા હાઇવે પાસે વોંચ ગોઠવી હતી.

બાતમી વાળી બાઇક અને અેક્ટિવા અાવતાં પોલીસે વડોદરાના અલ્પેશભાઇ વિઠ્ઠલભનાઇ રાણા, સાગર જયંતીભાઇ શ્રીમાળી તથા મનોજકુમાર કનુભાઇ ફુઇમાળીને પકડી પાડયા હતા. પોલીસે અલ્પેશભાઇ રાણાની અંગ ઝડતી કરતાં તેની પાસેથી રૂા.24270 નો 2.427 કી.ગ્રામ સુકા ગાંજાનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે બાઇક, અેક્ટિવા, ગાંજાનો જથ્થો, મોબાઇલ નં-3 તથા રોકડા રૂા.3040 મળી કુલ રૂા.1,54,310નો મુદ્દામાલ કબજે કરીને વેજલપુર પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ અેનડીપીઅેસ અેકટની કલમનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...