બંધ કરાવવા રજૂઆત:ગોધરામાંથી નશીલી દવા તથા ગાંજાનું વેચાણ કરતાં 3 ઝડપાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સમાજે નશાની દવાનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરી હતી
  • કોડીનની 13 બોટલો તથા 59 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો

ગોધરામાં યુવાનો નશા માટે કોડીન દવાનો ઉપયોગ કરતા ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી કોડીન દવાનો વેપલો બંધ કરાવવા પોલીસ વડાને મુસ્લિમ સમાજના આગેવાનોએ રજુઆત કરી હતી. ગોધરાના બી ડિવિઝન પીઆઇ પી.કે.અસોડાને બાતમી મળી કે આકાશવાણી કેન્દ્ર પાછળ સલામત સો.નો સમીર મહેબુબ દેડકી, ગોન્દ્રાનો અરબાઝ સત્તાર મિસ્ત્રી તથા નુરાની મસ્જીદ પાસે રહેતો અકીબ જાવેદ રફીક મીસ્ત્રી નશીલી દવાની બોટલોનો જથ્થો રાખીને તેનો છુટકમાં વેપાર કરે છે.

હાલ મેદાનમાં બાટલીઓનો જથ્થો લઇને બેઠા છે. બાતમીના આધારે બી ડીવીઝને રેઇડ કરી ત્રણેને પકડી પાડયા હતા. તેઓની પાસેથી નશીલી દવાની બોટલો નંગ 13 અને 59 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. કુલ રૂા.4350નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ મુજબનો ગુનો નોંધીને કાર્યાવહી કરી હતી. પુછપરછ કરતાં ગોધરાના સ્થાનિક વ્યક્તિ પાસેથી નશીલી દવાનો જથ્થો લીધો હોવાની કબુલાત કરતાં પોલીસે સ્થાનિક વ્યક્તિની શોધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...