શહેરામાં પતિ-પત્ની પર લોખંડની પાઇપથી હુમલો:27 ફટકા મારતા પતિ ઊભો થઈ નથી શકતો ને ગર્ભવતી પત્ની હોસ્પિ.માં, ન્યાય માટે કલેક્ટર કચેરીએ ચક્કાજામ

પંચમહાલ (ગોધરા)15 દિવસ પહેલા

ચૂંટણી પહેલાં જ્યારે હાલ પોલીસતંત્ર સજ્જ થઈને કોઈપણ બનાવ ન બને તે માટે કાર્ય કરી રહી છે. ત્યારે ગોધરા શહેરમાં એક એવી ઘટના બની છે. જ્યાં પોલીસ પર સવાલો ઊભા થયા છે. જ્યાં એક આદિવાસી યુવક અને તેની પત્ની પર 4 ઈસમોએ લોખંડની પાઈપના ફટકા મારી ઈજાગ્રસ્ત કર્યાં, યુવકનું કહેવું છે કે, તે પહેલાં પોલીસ જોડે પોતાના પરિવાર અને પાતોની સુરક્ષાની માગ કરવા ગયો હતો. પણ સુરક્ષા ના મળતા આજે ઈજાગ્રસ્ત થયો છે, તેવા પોલીસતંત્ર પર તે આક્ષેપો કરી રહ્યો છે.

આ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ અને પ્રજાજનો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને લઈને પંચમહાલ કલેક્ટર કચેરીના સંકુલમાં આવીને હલ્લાબોલ, રજૂઆતો સાથે કલેક્ટર કચેરી બહાર આદિવાસી સમાજને ન્યાય આપો અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરોના સૂત્રોચ્ચાર કરી ધરણાં શરૂ થતાં ભારે અફરાતફરી પ્રસરી જવા પામી હતી. વધુમાં આદિવાસી સમાજે રસ્તો બંધ કરી ધરણાં પ્રદર્શન ચાલુ કર્યું હતું, અને પોલીસ પ્રશાસન હાય હાયના નારા લગાવ્યા જ્યાં એક તરફ આદિવાસી સમાજના ન્યાય માટે નારા ચાલી રહ્યા છે ત્યાં આવતીકાલે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની પ્રચાર સભાને સંબોધવા આવી રહ્યા છે.

તેમણે ગાયો છૂટી મૂકી દીધી અને અપશબ્દો બોલવા લાગ્યા
આ બાબતે યુવક સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, મારા ખેતરમાં ડાંગરની ગોહડી બાંધેલી હતી. ત્યાં એ લોકો ગાયો ચરાવા આવ્યા હતા, ત્યારે મેં એ લોકોને કીધું ગાયો બધું બગાડશે, તમે એને અંદરના પેસવા દેશો. તેમ છતાં તેમણે ખેતરની વાડ તોડીને જબરદસ્તીથી તેમની ગાયો ખેતરમાં છૂટી મૂકી દીધી. મેં કીધું આવું ના કરશો ભાઈ તમે ના ચારશો. તો પણ તેમણે ગાયો છૂટી મકી દીધી અને જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. પછી તેઓ બોલ્યા, રાઠવી તમને એકપણને છોડવાની નથી. અમારી ગાયો બધે છૂટી ફરશે. મેં ખેંગાભાઈ, લાલાભાઈ સહિતના અન્ય લોકો સામે પહેલા બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.

ઈજાગ્રસ્ત હાલતમાં પણ યુવકે ન્યાય માટે કરી ગુહાર
ઈજાગ્રસ્ત હાલતમાં પણ યુવકે ન્યાય માટે કરી ગુહાર

મેં FIR કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે
મારા ભાઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, એ લોકોએ કહ્યું અત્યારે તમે વીડિયો બનાવો છો એટલે બચી જાવ છો, પણ તમને 365 દિવસમાં મારી નાખીશું તેવી ધમકી આપી, મા-બાપ પર અપશબ્દો બોલવા લાગ્યા. તે પછી મેં 15 તારીખે શહેરા પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી, FIR પણ કરી ત્યારબાદ મેં પોલીસને કહ્યું, સાહેબ મારે સુરક્ષાની પણ ખૂબ જરૂર છે. FIR તો કરી છે, પણ તે લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને અમારા ઘર આગળના રસ્તાથી જ નીકળવનો છે ને ત્યારે જોઈ લઈશ તેવી ધમકીઓ આપે છે. એટલે મેં પોલીસ સુરક્ષા પણ માંગી હતી. તેમ છતાં પોલીસે મને સુરક્ષા પૂરી પાડી ન હતી.

યુવાનને ન્યાય અપાવા સમાજના લોકોએ ધરણાંનો લીધો સહારો
યુવાનને ન્યાય અપાવા સમાજના લોકોએ ધરણાંનો લીધો સહારો

ભરવાડ છીએ, તમારા ટાંટિયા તોડી નાખીશું
બીજા દિવસે DSP સાહેબ મારે ત્યાં આવ્યા હતા. તેમને પણ મેં જણાવ્યું હતું કે, DSP સાહેબ મને એ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલે મને સુરક્ષા મળે તો મારી જાન બચી શકે, પરંતુ ત્યારે એ લોકોએ મને સુરાક્ષા ના આપી જેના કારણે મારી જોડે આજે આ બનાવ બન્યો. ગોધરા મારી વાઈફને લઈને દવાખાને જતો હતો ત્યારે 4 ઈસમો જેનાં નામ મેં FIRમાં જણાવેલાં છે, એ 10 લોકો ભરવાડ હતા. કડા પહેરેલા હતા, ભરવાડની બોલી બોલતા હતા અને કહેતા હતા, બાપુ તમે અમને ઓળખો છો ભરવાડ છીએ, તમારા ટાટિયા તોડી નાખીશું. એમ કરીને ઓ લોકોએ મારી ગાડી પર હુમલો કર્યો છે અને મારી ગાડીના બધા જ કાચ તોડી નાખ્યા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવાન
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવાન

અત્યારે મારી ઘરવાળી વડોદરામાં પીડાય છે
મારી ઘરવાળીને 2-2.5 મહિના થઈ રહ્યા છે. ત્યારે હું તેને દીપ દવાખાનામાં લઈને આવતો હતો. એમને પણ લાફા માર્યા, પાટા માર્યા, લોખંડની પાઈપના ગોદા માર્યાં અને જેથી તેમને ખૂન નીકળવા લાગ્યું હતું. ત્યારે મને અને મારી પત્નીને પહેલા શહેરા દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાંથી ગોધરા, ગોધરાથી વડોદરા ત્યાં પણ અમને સારવાર ના કરી. ત્યાં અમને 11 વાગ્યે લઈ ગયાં અને 3 વાગે રજા આપી દીધી. અત્યારે મારી ઘરવાળી વડોદરામાં પીડાય છે. હજૂ ખૂન ચાલુ છે તેમ છતાં સરકારી દવાખાનાવાળાએ રજા આપી દીઘી છે.

કલેક્ટર કચેરીએ હુમલાખોરોને પકડવા ઘરણાં
કલેક્ટર કચેરીએ હુમલાખોરોને પકડવા ઘરણાં

27 ફટકા માર્યાં છે મને લોખંડની પાઈપોના
સરકાર કહે છે, ગુજરાત સુરક્ષિત છે. વહીવટી તંત્ર આપણું બહુ સારું કામ કરે છે. ક્યાં કામ કરે છે? મારા પર આ હુમલો જૂઓ, બયડો મારો તોડી નાખ્યો છે. મને અત્યારે ચલાતું નથી. 27 ફટકા માર્યાં છે મને લોખંડની પાઈપોના. મેં ઘણી રજૂઆત કરી, કાલે DSP સાહેબ આવ્યા ત્યારે પણ રજૂઆત કરી કે મારું કંઈક જોઈ જોજો ખરેખર ઘણો જોખમમાં મારો જીવ છે. તેમ છતાં મને કોઈ સુરક્ષા આપી નહીં.

અન્ય સમાચારો પણ છે...