કાર્યવાહી:ગોધરાના ગોન્દ્રામાંથી 25 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂા.11 હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો
  • માંસનો જથ્થો ગૌમાંસ હોવાની શંકાએ નમૂના પરીક્ષણ અર્થે મોકલ્યા

ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં રહેણાંક મકાનમાં પોલીસે છાપો મારીને 25 કિલો માંસના જથ્થા સહિતનો મુદ્દામાલ પકડી પાડયો હતો. ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે બે સામે ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોધરા શહેરમાં આવેલ ગોન્દ્રા વિસ્તારમાં સાહિન સિદ્દીક એહમદ સુઠીયા અને રહિમાબેન સિદ્દીક એહમદ સુઠિયા પોતાના રહેણાંક મકાનમાં પાથરણાં પર માંસનો જથ્થો રાખીને વેચાણ કરે છે. તેવી બાતમી ગોધરાના બી ડીવીઝન પોલીસને મળી હતી.

બાતમી વાળી જગ્યાઅે પોલીસે છાપો મારીને મકાનમાં અેલ્યુમીનીયમ તપેલામાંથી 25 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે મોબાઈલ, છરી, ઇલેકટ્રીક વજન કાંટા તેમજ અન્ય વસ્તુઓ મળીને કુલ રૂા.11250નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે પકડાયેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકાએ માંસના નમૂના પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...