ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલરૂમ:ટોલ ફ્રી નંબર 1950 પર 216 ચૂંટણી કાર્ડની ફરિયાદ

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 8 ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ

પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણીઅો જાહેર થતાં અાચારસંહીતા અને ચૂંટણી ને લગતી ફરિયાદ નોંધવા ચૂંટણી પંચે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ચૂંટણી ને લગતી ફરિયાદો અને આચારસંહિતાની ફરીયાદ c- Vigil મોબાઈલ એપ્લિકેશનથી નોંધાઇ છે. જે એપ્લિકેશનની ફરિયાદનું ૧૦૦ મિનિટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધી c- Vigil મોબાઈલ એપ્લિકેશનમાં જિલ્લામાંથી 3 8 ફરીયાદો નોધાઇ હતી.

જેમાં આવતી ફરિયાદો માં રાજકીય પક્ષ ના બેનર અને ઝંડા ને લગતી મળતા જે તે વિસ્તારના નોટલ અધીકારીને ફરીયાદ મોકલીને ફરીયાદનો 100 મિનિટમાં નિકાલ દેવામાં આવ્યો છે. કટ્રોલ રુમમાં 1950 ટોલ ફ્રી નંબર પર અનેક મતદારોના ફોન પર 216 ફરિયાદો નોંધવામાં આવી હતી. ટોલ ફ્રી પરની ફરિયાદો ચૂંટણી કાર્ડ ને લગતી હતી. જેમાં મતદાર ના ચૂંટણી કાર્ડમાં નામ માં ભૂલ, કેટલાક ને હજુ નવું ચૂંટણી કાર્ડ મળ્યું ન હોવાની, કાર્ડ માં સરનેમ માં ભૂલ સહિત ની ચૂંટણી કાર્ડ અંગે ની ફરિયાદો મળી આવી છે. ફરિયાદ માં એક જ વ્યક્તિ ના ચાર ચૂંટણી કાર્ડ મળ્યાં હોવાનું અને કાર્ડ માં પહેલાં પિતા નું નામ અને પાછળ પૂત્ર નું નામ લખેલું આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...