પંચમહાલ જિલ્લાના સરકાર સન્માન નીધી યોજનામાં વર્ષે 6 હજાર સહાય લેનાર 2.43 લાખ ખેડૂતોના અાધાર કાર્ડ સાથે ખાતા લીંક કરતાં જિલ્લાના 2150 ખેડૂતો કરદાત્તાઅો, પેન્શનરો, સરકારી કર્મીઅો હોવા છતાં યોજનાનો લાભ લઇને અત્યાર સુધીમાં રૂા.2,60, 80,000 લીધા હોવાનું તપાસમાં બહાર અાવતા અાવા સમૃધ્ધ ખેડુતોને નોટીસ અાપીને નાણાં રીકવર કરાવતાં 14 સમૃધ્ધ ખેડુતોઅે ખાતામાં રૂા.1.30 લાખ જમા કરાવ્યા છે.
સરકાર દ્વારા ખેડુતોને સહાય મળી રહે તે માટે વર્ષ 2018 માં સન્માન નિધિ યોજના બહાર પાડી હતી. અા યોજનાઅોમાં સરકાર ખેડુતોના ખાતાં દર 4 માસે રૂા.2 હજાર મળીને વર્ષે રૂા.6 હજારની સહાય ચુકવે છે. અા યોજનાનો લાભ સરકારી કર્મીઅો, પેન્શનો કે ઇન્કમટેક્સ ભરનાર ખેડૂતોને લાભ મળી શકે નહિ. સન્માન નીધી યોજનાનો લાભ લેવા જિલ્લાના 2,43,727 ખેડૂતોઅે નોધંણી કરાવતાં સરકાર તેઅોના બેંક ખાતાંમાં દર 4 માસે રૂા.2 હજાર જમા કરવાનું ચાલુ કર્યું હતું.
જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારે સન્માન નીધિ યોજના પેટે 2.43 લાખ ખેડૂતોના ખાતાંમાં રૂા.4.50 અબજ રૂપિયા ચુકવ્યા છે. યોજનાઅોના લાભ લેતા ખેડૂતો અાધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરતાં ઇન્કમટેક્સ ભરનાર, પેન્શન કર્મીઅો તથા સરકાર કર્મીઅો મળીને કુલ 2150 સમૃધ્ધ ખેડૂતો મળ્યા હતા.
2150 સમૃધ્ધ ખેડૂતોઅે યોજનાનો લાભ લઇને સરકાર પાસેથી 13040 હપ્તામાં રૂા. 2,60, 0,000 લીધા હોવાનું તપાસમાં બહાર અાવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સમૃધ્ધ ખેડૂત હોવા છતાં સરકારની યોજનાનો લાભ લીધો હોવાથી તેઅોને નોટીસ અાપીને ખાતામાં નાણાં જમા કરાવવા જણાવ્યું છે.
નોટીસ મળ્યા બાદ જિલ્લાના 14 ખેડૂતોઅે લીધેલા 65 હપ્તાના કુલ રુા.1,30,000 પાછા સરકારના ખાતામાં જમા કરાવ્યા છે. ત્યારે 4,50,20, 84,000 ખેડૂતોના ખાતાંમાં જમા કરાવ્યા બાદ 2150 સમૃધ્ધ ખેડૂતો દ્વારા લેવાયેલા રૂા.2.60 કરોડ પાછા લેવા નોટીસ અાપીને કાર્યવાહી કરી રહી છે.
2.43 લાખ ખેડૂતોમાંથી 1.95 લાખ ખેડૂતોએ KYC કરાવી દીધું
પંચમહાલ જિલ્લામાં સન્માન નિધી યોજનાનો લાભ લેતા 2.43 લાખ ખેડૂતોના ખાતાના ઇકેવાયસીની કામગીરી ચાલી રહી છે. EKYC કરાવવા ખેતીવાડી કચેરીના ગ્રામ સેવક દ્રારા ગામ ગામે જઇને કેમ્પ યોજીને 243292 ખેડૂતોમાંથી 1,95,719 ખેડુતો પાસેથી EKYC લીધા છે. જયારે જિલ્લાના 47573 ખેડૂતોના કેવાયસી બાકી રહી છે.
કેવાયસી બાકી રહેલા ખેડુતોમાં કેટલાક ખેડૂતોઅે જમીન વંેચી દીધી, મૃત્યુ પામ્યા અથવા રોજગારી માટે બહાર ગયા હોવાનુ લાગી રહ્યું છે. ખેતીવાડી અધીકારીના જણાવ્યા અનુસાર બાકી રહેલા ખેડુતો કેવાયસી કરાવી લેવાની સૂચનાઅો અાપી છે. અને સરકાર દ્વારા સમૃધ્ધ ખેડૂતો નોટીસ અાપીને બેંકના રીવકરી ખાતાંમાં નાણાં જમા કરાવવાનુ જણાવ્યું છે. જિલ્લામાં કેવાયસીની 80 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.