ચૂંટણી:પંચમહાલમાં 21 ઉમેદવારોને NOTA કરતાં ઓછા મત

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરામાં NOTAમાં સૌથી વધુ મત નોંધાવા પામ્યા હતાં

ભારતના ચૂંટણી પંચે EVM થી વર્ષ 2013થી મતદાન શરૂ કર્યું હતું. પરંતુ ઉમેદવારોની કામગીરી અને ઉમેદવારોને લઈ મતદારો કોને વોટ આપવો કે કોને નહીં આપવો તે પ્રકારની અસમંજસ રહેતી હોય છે. ત્યારે ચૂંટણી પંચે વર્ષ 2015માં EVMમાં NOTAનો અમલ દેશભરમાં કર્યો હતો. NOTA એટલે “ઉપરના માંથી કોઈ પણ નહિ”. એટલે જ્યારે મતદાન કરતી વખતે, તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારો તમારી ઇચ્છા મુજબ નથી, તો NOTA બટન દબાવવાથી તમારો વિરોધ નોંધાય છે.

પંચમહાલની 5 બેઠક પર તા.5 ડિસેમ્બરના રોજ 1300041 મતદારો માટે મતદાન યોજાયું હતું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 68.44 ટકા મતદાન થયું હતું. જેમાંથી 18282 મતદારોએ ઉમેદવાર પસંદ ન હોવાથી નોટા ઉપયોગ કર્યો હતો. NOTAના ઉપયોગથી પંચમહાલની 5 બેઠકના 21 ઉમેદવારોને NOTA કરતા ઓછા મત મળ્યા હતા. જેમાં સૌથી વધુ શહેરા બેઠક પર 4708 મતદારોએ વિરોધ નોંધાવ્યો હતો અને સૌથી ઓછા મોરવા(હ) બેઠક પર 2574 મતદારોએ વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...