મતદાન:પંચમહાલની 5 બેઠક પર 2.05 ટકા વોટ NOTAમાં નોંધાયા`

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું 68.44 ટકા મતદાન નોંધાયું હતું

ભારતના ચૂંટણી પંચે (EVM) ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં NOTAનો ઉપયોગ શરૂ કર્યો હતો. અને વર્ષ 2015માં NOTAનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં NOTA એટલે “ઉપરના માંથી કોઈ પણ નહિ”.

તે એક બટનની જેમ હોય છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની કામગીરી અને ઉમેદવારોને લઈ મતદારો કોને વોટ અાપવો કે કોને નહી અાપવો તે પ્રકારની અસમંજસ રહેતી હોય છે. આ સ્થિતિમાં જ્યારે મતદાન કરતી વખતે, તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારો તમારી ઇચ્છા મુજબ નથી, તો NOTA બટન દબાવવાથી તમારો વિરોધ નોંધાય છે.

પંચમહાલની પાંચ વિધાનસભા બેઠક પર 1300041 મતદારો માટે મતદાન યોજાયુ હતુ. જેમા 68.44 ટકા મતદાન થયુ હતુ. જેમા મતદારોઅે પોતાના મતાદધિકારનો ઉપયોગ કરી ઉમેદવાર પસંદ ન હોવાથી નોટા ઉપયોગ કર્યો હશે. પરંતુ કેટલા લોકોઅે વિરોધ નોંધાવ્યો તે મતગણતરી દરમ્યાન જાણવા મળતુ હોય છે. તા.8 ડીસેના રોજ યોજાયેલ મતગણતરીમાં જિલ્લાના 18282 મતદારોઅે NOTAનો ઉપયોગ કરી ઉમેદવાર પસંદ ન હોવાનો વિરોધ નોંધાવ્યો હતો.

વર્ષ 2017 અને 2022માં નોંધાયેલા NOTAના વોટ

બેઠક20172022
ગોધરા30503548
હાલોલ60523460
કાલોલ42203992
શહેરા51014708
મોરવા(હ)49622574
અન્ય સમાચારો પણ છે...