ચોરી:વહોરવાડના બંધ મકાનમાંથી ચોરી કરી જનારા 2 ઇસમને ઝડપી લેવાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂા.1.55 લાખની ચોરીની ફરિયાદ નોંધાઇ

ગોધરા એલસીબી પો.ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને બાતમી મળી હતી કે આજથી 25 દિવસ પહેલા ગોધરાના બદરી મહોલ્લામાં બંધ મકાનને મારેલા દરવાજાનુ લોક તોડી તીજોરીમાં મુકી રાખેલ સોના ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી થયેલ જેમાં કાસમ અબ્દુલ અજીજ મણકી ઉર્ફે કાસમ કાલીયો, અબ્દુલ રહીમ યામીન સાઇ ઉર્ફે સૈયો, ફીરદોસ ઉર્ફે ડડલ સીંકદર બક્કર અને મોહસીન ઉર્ફે સીડી સુલેમાન સમોલ તમામ રહે.ગોધરાના સંડોવાયેલ છે.

અને આ ચાર પૈકીના ફીરદોસ ઉર્ફે ડડલ સીંકદર તથા મોહસીન ઉર્ફે સીડી સુલેમાન સમોલ ચોરીમાં તેઓના ભાગમાં આવેલ રોકડા રૂપિયા લઇને મોટર સાયકલની લઇને ખરીદી કરવા નીકળેલા છે. અને ગોધરા હોળી ચકલા તરફ આવનાર છે. તેવી બાતમી આધારે એલસીબી પોસઇ તથા એલસીબી સ્ટાફના માણસો ગોધરા હોળી ચકલા પાસે ખાનગી વોચ રાખી ફીરદોસ ઉર્ફે ડડલ સીંકદર તથા મોહસીન ઉર્ફે સીડી સુલેમાન સમોલને ઝડપી પાડ્યા હતા.

તેઅોની પુછપરછ કરતા તેઓ કબુલ્યુ હતુ કે ગોધરાના બદરી મહોલ્લામાં બંધ મકાનને મારેલ દરવાજાનુ લોક તોડી તીજોરીમાં મુકી રાખેલ સોના ચાંદીના ઘરેણા તથા રોકડની ચોરી કરેલ. આ ઘરેણા વેચી અમારા ભાગમાં રૂા.2-2 લાખ આવ્યા હતા. તેઅોની અંગઝડતીમાં રોકડા 3 લાખ તથા 30 હજારની અેક બાઇક જપ્ત કરાઇ હતી. તથા ફરાર કાસમ અબ્દુલ અજીજ મણકી ઉર્ફે કાસમ કાલીયો, અબ્દુલ રહીમ યામીન સાઇ ઉર્ફે સૈયોને ઝડપવાની તજવીજ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...