ગૌમાંસ પકડાયું:ગોધરામાં મકાનમાંથી 340 કિલો ગૌમાંસના જથ્થા સાથે 2 ઝડપાયા

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 91,155નો મુદ્દામાલ જપ્ત પોલીસે 5 સામે ગુનો નોંધ્યો

ગોધરાની એઠલીની વાડીમાં આવેલ એક રહેણાંક મકાનમાં સફિયા નીશાર હુસેન દુલ્લી ઉર્ફે નોળિયો, તેનો પતિ નિશાર હુસેન દૂલ્લી અને સુલેમાન અબ્દુલ હકીમ ટીલડી ઉર્ફે લાલો ટીલડી કોઈ જગ્યાએથી ગૌમાંસનો જથ્થો લાવીને ઘરમાં છૂટક વેચાણ કરી રહ્યા છે.

તેવી પાકી બાતમીના અાધારે ગોધરા શહેર અે અને બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીવાળા રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો. પોલીસને મકાનમાં પાછળના દરવાજે ચટ્ટાઈ પાથરીને માંસનો જથ્થો વેચવા માટે બેઠેલા સફિયાં નિશાર દુલ્લિ અને સુલેમાન અબ્દુલ હકીમ ટીલડીને પકડી પાડયા હતા.

તેઅોની પુછપરછ કરતાં આ ગૌમાંસ સુલેમાન અબ્દુલ હકીમ ટીલડી તથા મકબુલ નિશાર દુલ્લી ભેગા મળી સરફરાજ અબ્દુલ સત્તાર દાવની રીક્ષામાં મહેફુઝ યાકુબ હયાત પાસેથી લાવ્યા છે. અને આ ગૌમાંસ હું તથા મારા પતિ નિશાર હુસેન દુલ્લી ઉર્ફે નોળીયો, સુલેમાન અબ્દુલ હકીમ ટીલડી તથા મકબુલ નિશાર દુલ્લી ભેગા મળી વેપાર ધંધો કરીઅે છીઅે તેવી કબુલાત કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી 340 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂા.91155નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પકડાયેલા 2 ઇસમોની અટકાયત કરી હતી, તેમજ અન્ય 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરીને તમામ ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...