રોગચાળો:પંચમહાલમાં ઓગસ્ટમાં મેલેરિયાના 16 અને ડેન્ગ્યૂના 12 કેસ નોંધાયા

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે ગરમી, રાતે ઠંડકથી શરદીના કેસ વધ્યા
  • વાયરલ દર્દીઅોની સંખ્યામાં ઉછાળો અાવ્યો

પંચમહાલમાં વરસાદે વિરામ લેતાં 25 દિવસથી વરસાદ વરસ્યો નથી. ગંદકીથી મચ્છરનો ઉપદ્રવ વધતાં વાઇરલ બીમારીના કેસમંા વધારો અાવ્યો છે. દિવસે ગરમી અને રાતે ઠંડક રહેતા શરદી સહીતના કેસમાં ઉછાળો અાવ્યો છે. વાઇરલ તાવના 2000 કરતાં વધુ દર્દીઅો સારવાર લઇ રહ્યા છે. વાઇરલ રોગચાળા બાદ મેલેરીયા, ડેન્ગ્યુ તથા ચીકનગુનીયા કેસો મળતાં સર્વે સહીતની કામગીરી કરી હતી.ખાનગી દવાખાના તેમજ પીઅેચસી તથા અારોગ્ય કેન્દ્રોમાં દર્દીઅોનો ભરાયો થયો છે. વાઇરલ બીમારીના દર્દીઅોની સંખ્યામંા વધારો થતાં દવાખાનાઅો દર્દીઅોથી ઉભરાયા છે.

ત્યારે અોગસ્ટ માસમાં સરકારી ચોપડે નોધાયેલા મુજબ મચ્છરજન્ય રોગોમાં મેલેરીયાના 16 કેસ, ડેન્ગ્યૂના 12 કેસ તથા ચિકનગુનિયાના 3 કેસ નોધાયા છે. બેવડી ઋતુના લીધે વાઇરલ બીમારીઅો ઘર કરી રહી છે. તેમજ તાપમાનમાં દિવસ દરમ્યાન 5 ડીગ્રી જેટલો ફેરફાર થતાં શરદી ખાંસી જેવા રોગ ફેલાયા છે. ભાદરવાની ગરમી અને વરસાદી ઝાપટાઅોથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ગંદકીની સાફ સફાઇ તથા દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...