કાર્યવાહી:બેઢીયા પાસે ખેતરમાંથી 1.23 લાખનો દારૂ ઝબ્બે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સ્ટેટ મોનિટરી સેલ ત્રાટકી

પંચમહાલ જિલ્લાના બેઢીયા પાસેના ખુલ્લા ખેતરમાં દારૂની બોટલોનુ વેચાણ થતુ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં બૂટલેટર ક્યુઆર કોડ સ્કેન કરી દારૂના પૈસા લેવા આવતો હોવાનું પણ દેખાતું હતુ.

આ વીડિયો સોસીયલ મિડીયામાં ફરતો રહ્યો અને પંચમહાલ પોલીસ ઉંઘતી રહેતાં ગાંધીનગર સ્ટેટ મોનિટરી સેલ પોલીસે કાલોલના બેઢીયા પાસેના ધુળા ખાતુના મુવાડી ગામના ખુલ્લા ખેતર અને મકાનોમા છાપો મારીને દારૂનો જથ્થો પકડી પાડયો હતો. સ્ટેટ મોનીટરી સેલ પોલીસે બાતમીના અાધારે બેઢીયા ગામ પાસેના ખુલ્લા ખેતરમાં બુટલેટર યોગેશકુમાર નરવતસિંહ ચાૈહાણના દારૂના અડ્ડા પર છાપો મારીને વેચાણ કરાતો દારૂનો જથ્થો અને મકાનમા છુપાવી રાખેલ દારૂના જથ્થો મળીને કુલ રૂા.1,23,740નો દારૂ પકડી પાડયો હતો.

પોલીસે બુટલેટર યોગેશ નરવતસિંહ ચાૈહાણ બાળ કીશોરોને રોજ રૂા.250 અાપીને તેઅોની પાસે દારૂનું વેચાણ કરાવતો હતો. સ્ટેટ નોમીટરીંગ સેલ પોલીસે વેજલપુર પોલીસ મથકે યોગેશ ચાેહાણ, 3 સગીરો, દારૂનો જથ્થો પુરો પાડનાર દાહોદના લીમડીનો ભુપેન્દ્ર દામા તથા દારૂના જથ્થાનો હિસાબ રાખનાર જીગ્નેશ ઉફે જીગો ચાેહાણ વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...