વિશ્વ પર્યાવરણ દિવસે થતા વૃક્ષા રોપણની જાળવણી કરવામાં આવી હોત તો આજે પંચમહાલ જિલ્લો લીલોછમ બની ગયો હોત. પણ વૃક્ષ રોપણ કર્યા બાદ રોપાની જાળવણી કરવામાં આવતી ન હોવાથી પર્યાવરણનું બગડેલ સંતુલનને મૂળ સ્થિતિમાં ન આવતાં ગરમીનો પ્રકોપ વધી જાય છે.
ભારતમાલા નેશનલ મુબંઇ -દિલ્લી કોરીડોર બનાવવામાં હાઇવેની વચ્ચે આવતાં 1229 વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. તેમજ પરવડી ચોકડીથી ભામૈયા ચોકડી સુધીનો વૃક્ષોથી ધેરાયેલ વર્ષો જુના 700 વૃક્ષો કાપી નાખીને ફોરલેન રોડ બની ગયો પણ હજુ સુધી વિસ્તારમાં કાપી નાખેલા વૃક્ષોની બદલે નવા છોડનુ રોપણ ન કરાવતાં અસહ્ય ગરમીનો અહેસાસ થયા છે. નેશનલ કોરીડોરમાં કાપી નાખેલા 1229 વૃક્ષોને સ્થાને વન વિભાગે કંપની પાસેથી જરુરી કાર્યવાહી કરીને રકમની વસુલા તકરી છે. જેથી કોરીડોર બન્યા બાદ નવા રોપા રોપવામાં આવશે.
વૃક્ષોની ચોરી થતી બચાવતાં વન વિસ્તારમાં 22 ટકાનો વધારો થયો
થોડાક વર્ષ પહેલા જંગલ વિસ્તારનો ધેરાવમાં ધટાડો આવ્યો હતો. વન વિભાગે વર્ષ 22 માં 280544 રોપાઓ જંગલ વિસ્તારમાં રોપ્યા છે. જંગલની જાળવણી અને વૃક્ષોની ચોરી થતી બચાવતાં જિલ્લાનો વન વિભાગનો વિસ્તાર 22 ટકાનો વધારો થયો છે. ચાલુ વર્ષ વન વિભાગ દ્વારા 11,64,428 રોપા રોપીને લીલોછમ બનાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.