2019ના મે માસમાં ગોધરા ની ગુંજન હોસ્પીટલ પાછળ રહેતા પન્નાલાલ ભોઇની તબીયત સારી ન હોવાથી ઘરે હતા. તે દરમ્યાન ચંચોપા નો નરવત બારીઅા મોબાઇલમાં મોટા અવાઝે ગીતો વગાડતો હતો. જેથી પન્નાલાલે ગીત ન વગાડવાનું કહેતાં નરવતે ઉશ્કેરાઇને તેના હાથમાંનું પાળીયુ પન્નાલાલ ચંપકલાલ ભોઇના માથાના ભાગે મારી દઇને ઇજાઅો કરી હતી. અને વચ્ચે છોડવવા પડેલા સુરેશભાઇ બાબુભાઇ ભોઇને મારીને ઇજાઅો કરી હતી. ઇજાગ્રસ્ત પન્નાલાલ ભોઇને ગોધરા સિવિલ માં સારવાર માટે દાખલ કરવામાં અાવ્યા હતા.
સારવાર દરમ્યાન પન્નાલાલ ચંપકલાલ ભોઇનું મોંત નિપજયતાં ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે 2019 માં નરવત બારીઅા વિરુદ્ધ હત્યાનો ગુનો નોધાતંા પોલીસે હત્યારા નરવતભાઇ બારીઅાને પકડી પાડયો હતો. અા ફરીયાદનો કેસ પંચમહાલ ના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપરના પુરાવો અને મુખ્ય જીલ્લા સરકારી વકીલ રાકેશ.
એસ.ઠાકોરની દલીલો તથા ફરીયાદીની, પંચોની તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર અમલદારની જુબાની અને દલીલો સાંભળયા બાદ આરોપી નરવત ને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.6500નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.