સજા:ગોધરામાં પોક્સોના આરોપીને 10 વર્ષની કેદ

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકોડના મુવાડા ગામના આરોપીને સજા

ગોધરા તાલુકાના લાકોડના મુવાડા ગામે રહેતા ફરીયાદીએ એપ્રીલ 2018 માં ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલી કે તેની સગીરવયની દિકરીને આરોપી સાહીલ છત્રસિંહ સાલમસિહ સોલંકી પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી લઇ જઇ અવાર નવાર બળાત્કારની કર્યોની ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આરોપીને પકડી પાડેલ જે બાબતે પંચમહાલ જીલ્લાના સ્પે.જજ તથા બીજા એડી.

સેશન્સ જજ જજ કે.આર.રબારીની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર જે પુરાવો આવેલ તે પુરાવો ધ્યાને લઇ અને સરકારી વકીલ રમેશચંદ્ર એમ, ગોહીલની વિગતવારની દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000નો દંડ ફટકાર્યો છે

અન્ય સમાચારો પણ છે...