ભાસ્કર વિશેષ:ગોધરાના અટલ ઉધાનમાં ટ્રીમિંગના બહાને 10 જેટલા વૃક્ષોનું નિકંદન; પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણના દિવસે વધુને વધુ વૃક્ષો ઉછેરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું; વન વિભાગની ચુપકીદી કેમ ?
  • તંત્રએ વન વિભાગ કે કોઇની મંજૂરી લીધી છે કેમ તેવા સવાલો ઉઠ્યાં છે

5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. અને સરકારી તંત્ર દ્વારા મોટી મોટી જાહેરાતો અને કાર્યક્રમો દ્વારા પર્યાવરણ બચાવવા વધુને વધુ વૃક્ષો ઉછેરવા માટે આહવાન કરવામાં અાવ્યુ હતુ. ત્યારે ગોધરા મધ્યે આવેલા અટલ ઉધાનમાં ચોમાસાને લઇને ભારે પવન અને વાવાઝોડાને લઇને વૃક્ષોના ટ્રીમીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઉધાનમાં આવેલા 10 થી વધુ વૃક્ષોને ટ્રીમીંગના બહાને કાપી નાખવામાં આવ્યા છે.

જેને લઇને વહેલી સવારે તથા મોડી સાંજે બાગમાં વૃક્ષોના છાયા નિચે બેસને વિવિધ પ્રવૃતિઓ જેવીકે કસરત, રમતો તથા ખેલ કુદ કરતા લોકોમાં કપાયેલા વૃક્ષોને જોઇને ચિંતીત બન્યા હતા. અને તંત્રએ વન વિભાગકે કોઇની મંજુરી લીધી છે કેમ તેવા સવાલો પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે. જ્યારે વૃક્ષોના નિકંદનને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...