ઉમેદવારી ફોર્મનો ઉપાડ:પંચમહાલમાં સોમવારે 3 બેઠક પર 10 ઉમેદવારી પત્રો ભરાયા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 102 વ્યક્તિઅો દ્વારા 223 ઉમેદવારી ફોર્મનો ઉપાડ

પંચમહાલની 5 વિધાનસભા સીટ પરથી સોમવારે 10 ઉમેદવારી ફોર્મ જમા કરાયા હતા. જેમાં શહેરા બેઠક પરથી 1, ગોધરા બેઠક પર 2 તથા કાલોલ બેઠક પર 7 ઉમેદવારી ફોર્મ જમા કરાયા છે. સોમવારે હાલોલ અને મોરવા(હ) સીટ પર અેક પણ ફોર્મ જમા થયું નથી. સોમવારે ઉમેદવારી ફોર્મ લેવા લોકો ઉમટી પડયા હતા. અેક જ દિવસમાં 5 વિધાનસભા બેઠક પર 102એ 223 ઉમેદવારી ફોર્મ લઇ જતાં ઉમેદવારોનો રાફડો ફાટશે તેમ લાગે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર હોવાથી 5 બેઠકો પર વધુ ઉમેદવારી ફોર્મ જમા થવાની શકયતાઅો સેવાય છે.

સોમવારના રોજ 223 ફોર્મનો ઉપાડ

  • ગોધરા વિધાનસભા સીટ માટે 34 વ્યક્તિઅો 72 ફોર્મ લઇ ગયા
  • શહેરા વિધાનસભા સીટ માટે 12 વ્યક્તિઅો 19 ફોર્મ લઇ ગયા
  • મોરવા(હ) વિધાનસભા સીટ માટે 19 વ્યક્તિઅો 39 ફોર્મ લઇ ગયા
  • કાલોલ વિધાનસભા સીટ માટે 18 વ્યક્તિઅો 40 ફોર્મ લઇ ગયા
  • હાલોલ વિધાનસભા સીટ માટે 19 વ્યક્તિઅો 53 ફોર્મ લઇ ગયા
અન્ય સમાચારો પણ છે...