ગોધરા શહેરના ગોન્દ્રા જી.ઇ.બી. ઓફીસની સામે આવેલા સુલેમાની મસ્જીદ પાસે બંધ મકાનમા કેટલાક નબીરાઓ હાર-જીતનો જુગાર રમી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પોલીસે રેડ દરમ્યાન જુગાર રમવામાં મશગુલ બનેલા 10 જુગારીયાઓને રોકડા રૂ. 44 હજાર 140 રૂપિયા તથા મોબાઇલ નંગ- 10 કિં.રૂ. 82 હજાર 500 એમ મળી કુલ રૂ. 1 લાખ 26 હજાર 640ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્તાનાબુદ કરવા માટે ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યા હતા. તે મુજબ ગોધરા એલસીબી પીઆઈ એન.એલ. દેસાઇએ ચોક્કસ બાતમી આધારે મહોમંદહનીફ મુસાભાઇ મન્સુરીએ પોતાનો આર્થીક લાભ મેળવવાના હેતુસર સુલેમાની મસ્જીદ પાસે આવેલું એક મકાન ભાડેથી રાખી તે મકાનમાં બંધ દરવાજામાં કેટલાક નબીરાઓને ભેગા કરી હાર-જીતનો જુગાર રમી અને રમાડી નાળ કાઢી આર્થિક લાભ મેળવી રહ્યાની બાતમી મળી હતી. તેના આધારે બાતમીવાળી જગ્યાએ એલસીબી પીએસઆઈ ડૉ. એમ.એમ.ઠાકોર તથા પીએસઆઈ એસ.આર.શર્મા અને એલ.સી.બી. સ્ટાફની ટીમે જુગારધામ ઉપર રેડ કરતા દસ નબીરાઓને રોકડા રૂ. 44 હજાર 140 તથા મોબાઇલ નંગ-10 કિં.રૂ. 82 હજાર 500 એમ મળી કુલ રૂ. 1 લાખ 26 હજાર 640ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.