રંગે હાથે પકડાયો:ડેરોલ રેલવે સ્ટેશનેથી ટિકિટની કાળા બજારી કરનાર 1 ઝડપાયો

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીકીટની કાળા બજારી કરતા ઇસમને ઝડપી પાડ્યો - Divya Bhaskar
ટીકીટની કાળા બજારી કરતા ઇસમને ઝડપી પાડ્યો
  • રિઝર્વેશન ટિકિટના ફોર્મ ભરીને ઉચા ભાવમાં ટિકિટો વેચતો હતો
  • રેલવે આરપીએફ દ્વારા 50 જૂની ટિકિટ અને 3 નવી ટિકિટ તથા રિઝર્વેશન ફોર્મ કબજે કરવામાં આવ્યા

હાલ વેકેશન પૂર્ણ થઇ રહ્યુ છે જેને લઇને રેલ્વે મુસાફરીની ટીકીટની માંગને લઇને રેલ્વે સ્ટેશન પર ટીકીટની દલાલી તથા કાળા બજારી કરનારને ઘી કેળાં થયા હતા. ગોધરાની અંલકાર સોસાયટીમાં રહેતો પ્રકાશભાઇ રમેશચંદ્ર તિવારી ગોધરા સહિત ડેરોલ રેલ્વે સ્ટેશન પર રેલ્વેમાં મુસાફરી કરનાર જરૂરમંદ લોકોને રીઝર્વેશન ટીકીટના ફોર્મ ભરીને ઉચા ભાવમાં ટીકીટો વેચીને કાળા બજારી કરતો હતો.

ગોધરા રેલ્વે આરપીએફ પોલીસ ઘણા સમયથી રેલ્વે ટીકીટની દલાલી કરનાર પ્રકાશ તિવારીને રંગે હાથે પકડવા વોચ ગોઠવી હતી. આખરે ગોધરા રેલ્વે આરપીએફ ઇસ્ટેકટર રાજેન્દ્ર ગોદારા તથા સ્ટાફ બાતમીના આધારે ડેરોલ રેલ્વે સ્ટેશનની રીઝર્વેશન બારી પાસેથી પ્રકાશ રમેશચંદ્ર તિવારીને રેલ્વે ટીકીટની કાળાબજારી કરતો રંગે હાથ પકડી પાડયો હતો.

આરપીએફ પોલીસ તેની પાસેથી રેલ્વેની 50 જુની ટીકીટો તથા 3 નવી ટીકીટો કબજે કરી હતી. પ્રકાશ તિવારીના મોબાઇલની તપાસ કરતાં તેના મોબાઇલમાંથી કેટલાક લોકોને રેલ્વે ટીકીટ મોકલેલા ટીકીટના ફોટા મળી આવ્યા હતા. ગોધરા આરપીએફે પ્રકાશ તિવારીની અટકાયત કરીને તેની સામે ગુનો નોધ્યો હતો. જયારે રેલ્વે ટીકીટની દલાલી કરનાર પ્રકાશ તીવારી ધણા સમયથી ટીકીટ દલાલીનુ કામ કરતો હતો.

પ્રકાશ પાસેથી મળી આવેલી જુની રેલ્વે ટીકીટ મળતાં તે રેલ્વે મુસાફરી કરનારને રીઝર્વેશન ફોર્મ ભરીને જુની ટીકીટ પધરાવી દઇને લુંટતો હતો કે કેમ તે દિશામાં ગોધરા રેલ્વે આરપીએફે તપાસ હાથ ધરી રહી છે. અા ટીકીટ દલાલી કરનાર સાથે અન્યોની સંડોવણી છે કે નહિ તે તો તપાસ બાદ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...