ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- 12 ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુરૂવારે જાહેર કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1417 વિદ્યાર્થીઓમાંથી 839 ઉર્તિણ થતાં જિલ્લાનું 57.87 ટકા પરિણામ આવ્યું હતું. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનો ફક્ત એક વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે.
વર્ષ 2020માં લેવાયેલ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામ 52.93 ટકા આવ્યું હતું. આમ વર્ષ 2022માં ધોરણ બારના પરિણામમાં 5 ટકાનો સુધારો થયો છે. જિલ્લાના ગોધરા કેન્દ્રનું 972 વિદ્યાર્થીઓમાંથી 597 વિદ્યાર્થીઓ પાસ થતાં 61.42 ટકા આવ્યું. જયારે હાલોલ કેન્દ્રના 445 વિદ્યાર્થીઓમાંથી 242 વિદ્યાર્થીઓ પાસ થતાં 54.38 ટકા પરિણામ આવ્યું છે.
ગુરૂવારે જાહેર થયેલા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરીણામ સામાન્ય આવતાં કભીખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગત વર્ષે માસ પ્રમોશન આપતા જિલ્લામાં A1 ગ્રેડ 7 વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો.
પંચમહાલના 3 વર્ષના ગ્રેડ મુજબના આંકડા
ગ્રેડ | 2020 | 2021 | 2022 |
A1 | 0 | 7 | 1 |
A2 | 13 | 98 | 7 |
B1 | 46 | 211 | 41 |
B2 | 134 | 360 | 137 |
C1 | 230 | 497 | 245 |
C2 | 347 | 392 | 347 |
D | 132 | 126 | 118 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.