• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Halol
  • When The Drivers Are Disturbed By The Deployment Of Cattle On The Roads Of Halol City, When Will Action Be Taken Against The Herdsmen Who Let The Animals Loose?

રખડતા પશુઓનો વધતો જતો ત્રાસ:હાલોલ શહેરના રસ્તાઓ ઉપર ઢોરની જમાવટથી વાહન ચાલકો પરેશાન, પશુઓ છુટ્ટા મૂકી દેતા પાલકો સામે કાર્યવાહી ક્યારે?

હાલોલ21 દિવસ પહેલા
  • કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

હાલોલ શહેરના મુખ્ય માર્ગો ઉપર અડીંગો જમાવી બેસી જતા પશુઓને કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાનો વહીવટ ચલાવનારાઓની ગાડીઓ સામે પણ પશુઓ આવી જાય છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રસ્તે પસાર થતી મહિલાઓ અને નાના બાળકોમાં ભારે ડર
હાલોલના કંજરી રોડ, ગોધરા રોડ, વડોદરા અને પાવાગઢ રોડ જેવા મુખ્ય માર્ગો ઉપર અડીંગો જમાવી બેસી જતા રખડતા પશુઓથી નગરજનોમાં રસ્તે પસાર થતા ભય જોવા મળે છે. વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રસ્તે પસાર થાય છે. ગત વર્ષે આવા જ એક રખડતા પશુએ એક મહિલાને અને એક બાળકને રોડ ઉપર પટક્યા હતા. બાળકને શિંગડું પેટમાં ઘુસી જતા મોંઘી સારવાર કરાવવી પડી હતી. જેથી આ રખડતા પશુઓ ગમે ત્યારે ગમે તેને માથું મારી દેતા હોવાથી રસ્તે પસાર થતી મહિલાઓ અને નાના બાળકોમાં ભારે ડર હોય છે.

પાલિકા પ્રત્યે પણ પ્રજામાં ભારે રોષ
પાલિકા દ્વારા આવા રખડતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવાની વ્યવસ્થા હોવા છતાં નગરની જનતાને નુકશાન પહોંચાડતા આ રખડતા પશુઓને પકડવાની તસ્દી પાલિકા લઈ રહ્યું નથી. જેને કારણે પાલિકા પ્રત્યે પણ પ્રજામાં ભારે રોષ છે. મુખ્ય રસ્તાઓ જ નહીં સોસાયટીઓ ના કોમન પ્લોટ્સ કે જ્યાં નાના બાળકો રમતા હોય છે ત્યાં પણ આ પશુઓ અડ્ડો જમાવી બેસી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...