વીજ અકસ્માતનો ભય:ઘોઘંબાના ગામડાઓમાં વિજપોલ ઉપર વીંટળાયેલા વેલાઓથી લોકોના જીવ જોખમે, તંત્રની મોન્સુન કામગીરી પર પ્રશ્ન

હાલોલ6 દિવસ પહેલા
  • વીંટળાયેલા વેલાઓથી વિજપોલ જ ગાયબ
  • ચોમાસા પહેલા અને દરમ્યાન કરવાની કામગીરી નથી કરાઈ

ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં વીજ વાયરો ઉપર ફરી વળેલા લીલા વેલાઓને કારણે વીજ અકસ્માતનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. ચોમાસા દરમ્યાન ઊગી નીકળતી વનસ્પતિઓ ના વેલાઓ વીજ પોલ ઉપર વીંટળાઈ ને જીવંત વીજ વાયરો સુધી પહોંચી જતા વીજ અકસ્માત નો ભય રહેતો હોય છે.

વીંટળાયેલા વેલાઓથી વિજપોલ જ ગાયબ
વીંટળાયેલા વેલાઓથી વિજપોલ જ ગાયબ

અધિકારીઓની બેદરકારીનો ભોગ કોઈ ગામડાનો માણસ બનશે ?
ઘોઘંબા એમજીવીસીએલ કચેરી દ્વારા ચોમાસા દરમિયાનની કામગીરી કરવામાં નહીં આવતા ઠેર ઠેર વિજપોલ ઉપર ચોમાસાની ઉગી નીકળતી વનસ્પતિઓ વીંટળાઈ ગેયેલી જોવા મળે છે. ઘોઘંબા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની બેદરકારીનો ભોગ કોઈ ગામડાનો માણસ બનશે તેવો ડર કેટલાક વિસ્તારોના ગામડાઓના લોકોમાં જોવા મળે છે. વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયીન વીજ પુરવઠો નિયમિત રહે તે માટે કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ઘોઘંબા કચેરીના ગામડાઓમાં ચોમાસા પહેલા કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી. જેથી અનેક માર્ગો ઉપર વીજ વાયરોને કેટલાક વૃક્ષોની ડાળીઓ અડીને જોવા મળે છે.

ચોમાસા પહેલા કરવાની કામગીરીના નામે મોટા ખર્ચાઓ કરી બિલો ઉધારવા છતાં કામગીરી કરવામાં નહીં આવતા ચોમાસા દરમિયાન વૃક્ષો અને વેલાઓ વીજ વાયરો ઉપર વીંટળાઈ જતા આ વીજ પોલ ગામડાઓ રહેતા લોકોમાં ભય ઉભો કરે છે.

અન્ય સમાચારો પણ છે...