73મો વન મહોત્સવ:હાલોલ તાલુકામાં વૃક્ષારોપણ કરી રોપા વિતરણ કરવામાં આવ્યા, વન કર્મીઓ પોતાની માંગણીઓને લાઇ માસ સીએલ ઉપર છે

હાલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ ખાતે આજે 73માં વન મહોત્સવની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા મહોત્સવમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

હરિયાળું ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત આજ રોજ હાલોલ ખાતે 73મો તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હાલોલ ધારાસભ્યના હસ્તે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ સ્વચ્છ ગુજરાત એટલે કે તંદુરસ્ત ગુજરાત માટે વાતાવરણ શુદ્ધ રહે અને પર્યાવરણ સ્વચ્છ રહે તે માટે જરૂરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાલોલ ખાતે યોજવામાં આવેલા વન મહોત્સવમાં ધારાસભ્ય, સહિત જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ, પક્ષના હોદ્દેદારોએ વૃક્ષારોપણ કર્યું હતું. ધારાસભ્યએ વાતાવરણ અને શરીરને શુદ્ધતા આપનાર લીમડાનું વૃક્ષ રોપી તેને પાણી પીવડાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીઓ સામે આવે છે ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા સૌએ એક સાથે મળી મનની કડવાશ દૂર કરી કામે લાગવાનો સંદેશો લીમડો રોપી આપ્યો હતો. હાલોલ નગર પાલિકાના હોદ્દેદારોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

વન વિભાગ દ્વારા ઉતાવળે ઉજવણી કરાઈ હોય તેમ જોવા મળ્યું હતું. ઉજવણીના સ્થળે 73માં વન મહોત્સવની ઉજવણીનું બેનર લગાવવાની વ્યવસ્થા કરવાની રહી જતા આખરે મહાનુભાવોની ફોટોગ્રાફી માટે બે કર્મચારીઓને બેનર પકડાવી ઉભા રાખવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...