હાલોલ કંજરી રોડ ઉપર આવેલા ગણેશમંદિર ખાતે શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર અને થાયરોકેર લેબના સંયુક્ત ઉપક્રમે રાહતદરે લોહીની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં લોહી તપાસ કરવા આવેલા લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેઓને બીજા દિવસે મંદિર ખાતેથી રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શરીરમાં લોહીની ઉણપને લઈ થતી બીમારીઓ અને શારીરિક બદલાવો અંગે જાણકારી પણ આપવામાં આવી હતી.
લોહીની તપાસ સમયાંતરે કરાવવી આવશ્યક
હાલોલ કંજરી રામજી મંદિરના મહારાજ રામશરણદાસજી મહારાજના આશીર્વાદ અને શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર અને થાયરોકેર લેબના સંયુક્ત ઉપક્રમે હાલોલના ગણેશ મંદિર ખાતે રક્ત તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. લોહીની ઉણપ અને ખામીથી થાક લાગવો, હાથપગમાં ખાલી ચડવી, ઝણઝણાટી થવી, બળતરા થવી, શ્વાસની તકલીફ, ચક્કર આવવા, પાચનક્રિયામાં તકલીફ, વજન વધતું ઘટવું, લોહી જાડું થવું, ડાયાબિટીસ, થાઇરોડ, સંધાનો દુ:ખાવો, પેશાબમાં બળતરા, કેલ્શિયમ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થતી હોવાથી લોહીની તપાસ સમયાંતરે કરાવવી આવશ્યક છે. ત્યારે આજે હાલોલમાં યોજાયેલા રાહતદરે લોહી તપાસના કેમ્પમાં લોકોએ લોહીની તપાસ માટે નમૂના આપ્યા હતા.
30થી વધુ લોકોએ લોહી આપ્યું
થાઇરોઇડ, ડાયાબીસીટ, કોલેસ્ટ્રોલ, વિટામિન B12, D3, જેવી તપાસ માત્ર નજીવા દરે કરી આપવામાં આવી હતી. તો શરીરના તમામ લોહીના રિપોર્ટ પણ રાહત દરે કરી આપવા માટે યોજાયેલા કેમ્પમાં 30થી વધુ લોકોએ લોહી આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.