હાલોલ શહેર રૂરલ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની બદીને લઈ કેટલાય પરિવારી પાયમાલ સાથે પતિ પુત્રની દારૂની લતને લઈ કેટલીક મહિલાઓને પોતાના પતિ કાતો જુવાનજોધ પુત્રો ખોવાનો વારો આવ્યો છે.
ગ્રામ્યમાં દારૂના દુૅષણને મૂળ એટલે સુધી ઊંડા ઉતરી ગયા છે કે હવે તેના પર બંધ કરાવાની વાત તો ઠીક પણ અંકુશ લાવો પણ મહા મુશ્કેલ બન્યુ છે. ત્યારે હાલોલ રૂરલ પોલીસ મથકના આર એ જાડેજાની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ રાજકારણની ઓથને લઈ બુટલેગરો બેફામ બન્યા છે. તાજેતરમાં મસવાડ દેશી દારૂની ભટ્ટીઓ ચલાવતા બુટલેગરો સામે તટસ્થ કાર્યવાહી નહીં કરી ફરજમાં બેદરકારી દાખવવા બાબતે એએસઆઈને જિલ્લા પોલીસ વડાએ ફરજ નિલંબીત કર્યા છે.
બોટાદના કથિત લઠ્ઠાકાંડના પગલે પોલીસ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સરપંચો જાગૃતા દાખવી ં દેશી વિદેશી દારૂના વેપલા સામે વિરોધ દર્શાવી દારૂની બદી દૂર કરવા કટિબદ્ધ થયા છે. ત્યારે હાલોલ તાલુકામાં પ્રથમ વખત મઘાસર ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો છે કે મઘાસર ગ્રામ પંચાયત વિસ્તારમાં તિરુપતિ તથા સેયદપુરા ફળીયામાં દારૂનું ધૂમ વેચણ થતું હોવાનું ધ્યાન પર આવ્યું હોય ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ દારૂનું વેચાણ કરશે તેની પોલીસને જાણ કરી પગલાં ભરી કાર્યવાહી કરાશેનો ઠરાવ કરી એક કોપી હાલોલ રૂરલ પોલીસ મથકે આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.