અકસ્માત કે જાનહાનિ ટળી:હાલોલના ખાખરીયા ગામ પાસે રોડ ઉપર નાળાની સાઈડની આડસ તૂટી

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાખરીયા ગામ પાસે  રોડ ઉપર નાળાની સાઈડની આડસ  અચાનક તૂટી પડી - Divya Bhaskar
ખાખરીયા ગામ પાસે રોડ ઉપર નાળાની સાઈડની આડસ અચાનક તૂટી પડી
  • ટેન્ડર પાસ થયાને મહિનાઓ થયા છતાં કોઇ કામગીરી થઇ ન હતી

જાંબુઘોડા બોડેલી નેશનલ હાઇવે ઉપર ખાખરીયા ગામ પાસે હાઇવે ઉપરના નાળાની સાઈડની આડસ અચાનક તૂટી પડી હતી. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસ દ્વારા રોડ ઉપર આડસો મૂકવામાં આવી સદનશીબે આ નાળાની સાઇડ તૂટી તે વખતે કોઈ વાહન ત્યાં નજીક થી પ્રસાર થયું ન હતું જેથી કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી.

હાલોલ બોડેલી નેશનલ હાઈવે કેટલાક સમયથી ઉબડખાબડ થઈ ગયો છે અને તેને બનાવવા માટે ટેન્ડર સરકાર દ્વારા બહાર પડયા બાદ ટેન્ડર પણ પાસ થયાંને અઢીથી ત્રણ મહિના થઇ ગયા છતાં એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન થતાં રોડ ઉબડ ખાબડ થઇ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જતા કેટલાક વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નેશનલ હાઇવેના કર્મચારીઓ પણ હાઇવે ઉપર કોઈ પણ જાતની કામગીરી ઉપર ધ્યાન આપતાં જણાતા નથી.

અન્ય સમાચારો પણ છે...